Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
K
મહાભારત કે કુરાન, બાઈબલ જોઈએ તો ત્યાંથી સહેલાઈથી ઉપલબ્ધ બને છે.
શ્રી જૈન સંઘમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ઘણુંબધું સાહિત્ય બહાર પડે છે. તેમાં પણ છેલ્લાં ૧૦ વર્ષથી વિચારણા કરીએ તો ગુરુભગવંતો પ્રેરિત ૪૦થી વધુ સંસ્થાઓ દ્વાર પોતપોતાની રીતે સરેરાશ ૧૦૦થી વધુ લોકભોગ્ય પુસ્તકોનું પ્રકાશન થયેલ છે. છૂટાં-છવાયાં સર્વ પ્રકાશનો મેળવતા આંકડો ૧૦થી ૧૫ હજાર જેટલો થવા પામે છે. તેમ છતાં ઈ.૨૦૧૨ના પુસ્તકમેળામાં એક પણ સ્ટૉલ જૈન પ્રકાશનનો (પ્રોફેશનલ કે ગુરુભ. પ્રેરિત સંસ્થાનો) ન હતો. ઈ. ૨૦૧૩ના પુસ્તકમેળામાં સમગ્ર જૈન સંઘમાંથી એકમાત્ર બે જ ગુરુભગવંત પ્રેરિત સંસ્થાના સ્ટૉલ હતા.
એક વાત સ્પષ્ટ છે કે અન્ય ધર્મીય લેખકોના સારા ગ્રંથો કરતાં પણ આપણા અમુક ગુરુભગવંતોનાં સાદાં ગ્રંથો-પુસ્તકો અમૂલ્ય સંસ્કારરત્નો અને સુવિચારમણિઓથી સમૃદ્ધ હોય છે. પુસ્તકમેળામાં સર્વ ધર્મના સેંકડો-હજારો લોકો તથા વિશિષ્ટ વિદ્વાનો, સાક્ષરો પણ મુલાકાતે આવતા હોય છે. શાસ્ત્રગ્રંથોની વાત બાજુ પર રાખીએ, પણ અત્યંત લોકોપયોગી એવાં પુસ્તકો જો લોકોની જાણમાં આવે તો અનેકને જૈન ધર્મની સ્પષ્ટ સમજણ કેળવવામાં કે બોધિબીજનું વાવેતર કરવામાં નિમિત્ત બની શકીએ. આપણાં પ્રવચનો-વ્યાખ્યાનો કે પ્રસંગો ફક્ત જૈનધર્મીય લોકો પૂરતાં જ મર્યાદિત જોવા મળશે. પુસ્તક પ્રસારણના માધ્યમે આપણે લાખો લોકો સુધી પહોંચી શકીએ.
પુસ્તકમેળામાં મુસ્લિમ સમાજના ચારેય ટલમાં તેમ જ ખ્રીસ્તી સમાજના ત્રણ સ્ટૉલમાં કુરાન અને બાઈબલની મિનિ આવૃત્તિ અને તેના સુવિચારોની પુસ્તિકાઓ મફત વહેંચવામાં આવતી હતી તથા તેમાં તેઓના ધર્મનાં પુસ્તકોની માહિતી તથા પ્રાપ્તિસ્થાન પણ અપાતાં, આ રીતે દરેક ધર્મો પોતાનો પ્રચારપ્રસાર કરે છે, આપણે એમાંથી શીખવા જેવું છે. ગત વર્ષે અમે યુરોપની ટૂરમાં ગયા ત્યારે ત્યાંની હોટલમાં બધા જ રૂમોમાં બાઈબલના અનુવાદની નકલ સાઈડ ટેબલના ખાનામાં જોવા મળી. હોટલમાં સમય પસાર કરવા પણ લોકો આ રીતે પુસ્તકોનાં પાનાં ઉથલાવે છે અને તે દ્વારા સારા વિચારો પામે છે. શું આપણી ધર્મશાળાના રૂમોમાં કે ભોજનશાળામાં વેઈટિંગ કાઉન્ટર પર કે વિહારધામોના
૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
1
www.jainelibrary.org