Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OsC જ્ઞાનધારા 3000 એ જ્ઞાન જો પૂર્વના મહાપુરુષોની મર્યાદા અને આમન્યા તોડનારો હોય તો એની વિશેષ કિંમત ગણી શકાય નહીં. શ્રી સંઘની વ્યવસ્થા, બંધારણ, પૂર્વ મહાપુરુષોની મર્યાદા સચવાય એ મુખ્ય લક્ષ્ય, સાધનને ધ્યાનમાં રાખીને આગમોના પ્રચારપ્રસારનું કાર્ય ઉપાડવું જોઈએ. વિદ્વાનો અને વિદેશી સ્કૉલરોએ પણ આગમ ગ્રંથોના અનુવાદોનાં વિવેચન કર્યા છે, પણ બૌદ્ધિક જ્ઞાનની દષ્ટિએ તેના અનુવાદના સાચા અધિકારીઓ શ્રમણ ભગવંતો જ છે. તેઓ પાસે પરાપૂર્વથી આનું પ્રારંભિક જ્ઞાન, તેની પરિભાષાઓ, તેના આમ્નાયો ગુરુ પરંપરાથી આવતા હોય છે. જેની પાસે આવી મૂડી ન હોય તેઓ કાં તો અર્થનો અનર્થ કરે અથવા જે તે વસ્તુની સ્પષ્ટ ચોક્કસ રજૂઆત ન કરી શકે, માટે સ્કોલરો અને વિદ્વાનો આવા અનુવાદ, અભ્યાસ, સંશોધનનાં કાર્યો કરવાના અધિકારી નથી. માત્ર જ્ઞાની ગીતાર્થ ગુરુભગવન્તો આના અધિકારી છે.
આગમોત્તર શ્રતના પ્રચાર-પ્રસાર
આટલી ઉત્તમ કક્ષાનું વિપુલ સાહિત્ય દરેક વિષય અને પદાર્થનું જૈન શ્રત હોવા છતાં પણ તેનો ફેલાવો ખૂબ જ લિમિટેડ છે. ફક્ત જૈન વિદ્વાનો અને સ્કૉલર કે જેવો જૈન ધર્મ અથવા સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ પૂરતો મર્યાદિત છે, કારણકે આપણાં જે પણ પુસ્તકો-સાહિત્ય છપાય છે તે આપણે જૈન સંઘો દ્વારા કે જૈન સંસ્થાઓ દ્વારા ચાલતા ૪૦૦ જ્ઞાનભંડારોને ભેટ સ્વરૂપે મોકલીએ છીએ અથવા તો છપાયેલ સાહિત્યની યાદી ફક્ત આવા ૪૦૦ જ્ઞાનભંડારો અથવા તો જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોને મોકલીએ છીએ અને તેઓને આ પુસ્તકો ખરીદવા માટે ભલામણ કરીએ છીએ. તેથી જૈન સંઘ-જૈન સંસ્થા કે જૈન શ્રમણશ્રમણી ભગવંતોને જ નૂતન પ્રકાશન તેમ જ જૈન દર્શનમાં રહેલ અમૂલ્ય એવા ગ્રંથોનો પરિચય સતત થતો રહે છે. જૈન સાધુ કે સાધ્વીજી ખૂબ જ ઉત્તમ અને વિશિષ્ટ અભ્યાસ આ બધા જ ગ્રંથોનો પોતાની શક્તિ અને રુચિ અનુસાર કરે છે તેથી ખરેખર તો જૈને શ્રમણ-શ્રમણી એ મોબાઈલ યુનિવર્સિટી જેવા છે અને તેમનાં અગાધ જ્ઞાન અને તેજ જ્ઞાનની મજણના લીધે આચારપાલન સમ્યક્તપૂર્વકની ચારિત્રની શુદ્ધતા ઉચ્ચ પ્રકારની હોય છે. મુદ્રિતના આ યુગમાં હસ્તપ્રતોમાં રહેલ ઘણાબધા અપ્રકાશિત ગ્રંથો સંશોધન-સંપાદન થઈને પ્રકાશિત
* ૨૨૭ ૧છે
-
9
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org