Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
___ << _ S
0 C જ્ઞાનધારા
માર્ગાનુસારી ગુણોનું નિરૂપણ, જીવવિચાર, નવતત્ત્વ કે કર્મગ્રંથ જેવા પ્રકરણ ગ્રંથોની બાબતો દરેકને એકસમાનપણે ઉપયોગી હોય છે. પ્રભુ મહાવીરની વાણીરૂપી આ શાસ્ત્રગ્રંથો જગતના ચોગાનમાં મૂકવા જોઈએ. જેનાથી અનેક લોકો પામે અને સર્વ જીવોનું કલ્યાણ થાય, એવા પ્રાકૃત-સંસ્કૃત સાહિત્યનું ગુજ-હિન્દી કરવું જોઈએ અને જરૂર મુજબ વિદેશી ભાષા અંગ્રેજી, ફ્રેંચ કે ઈટાલીમાં પણ અનુવાદ કરવા જોઈએ. જૈન ધર્મ સમગ્ર વિશ્વ માટે શાંતિ-સમાધિ આપનાર ધર્મ છે. કષાયોથી મુક્ત થઈ આત્મસાધનાની અનોખી રીતો એમાં બતાવેલી છે, પરંતુ જે તે વસ્તુ પાચક થવી પણ જરૂરી છે. જેમ તાવના દર્દીને ગુંદરપાક શરીરનું પોષક ન બને, પણ ભારે પડે – વધુ અહિત કરે તેમ મોટા ભાગના ગૃહસ્થોના રાગદ્વેષની પરિણતિ અતિવિષમ, વિકટ હોઈ તેમને આગમ કે છેદ સૂત્રોના ગંભીર જ્ઞાનરૂપી ગુંદરપાક આપી શકાય નહિ. રોગીને આપેલ ગુંદરપાક જેવી રીતે નુકસાનકારક છે તે જ રીતે મોહને વશ થયેલ સાંસારિકને ગૂઢ શાસ્ત્રોરૂપી અર્ક તેના અને સાથે બીજા અનેકને પણ નુકસાનકારક થાય છે. અયોગ્ય અપરિણીત વ્યક્તિના હાથમાં આવેલ શાસ્ત્રો એ શ્રદ્ધાનો નહીં, પણ સંશોધનનો વિષય બને છે અને એમાં સર્વજ્ઞ પ્રત્યેની શ્રદ્ધાની ખામી હોય છે. સાથેસાથે જ જે તે હકીકતને શંકાભરી નજરે જોવાની પણ એક દૃષ્ટિ હોય છે અને તેના લીધે ગંભીર આગમોના અર્થના અનર્થો કરી બેસે છે. બીજી મહત્ત્વની વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આગમાદિ ગ્રંથો આચારપ્રદર્શક છે. માત્ર શુષ્ક જ્ઞાન જૈન ધર્મમાં માન્ય નથી. વિદ્વાનો દ્વારા થતા આગમાદિ ગ્રંથોના અભ્યાસમાં આચાર-પાલન, આચારશુદ્ધિની ખેવના ક્યારેક તો લેશમાત્ર પણ હોતી નથી. માત્ર તેના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા લૌકિક ડિગ્રી જ મેળવવાની ભાવના હોય છે, જે આગમના ગ્રંથોના અભ્યાસની અયોગ્યતા દર્શાવે છે. શુષ્ક જ્ઞાનની મહાપુરુષોએ ક્યારેય પણ વિશેષ કિંમત કરી નથી.
જ્ઞાનમ્ ક્રિયાભ્યાં મોક્ષ : સમ્યગ્ જ્ઞાન અને શુદ્ધ આચરણ દ્વારા જ મોક્ષપદને પામી શકાય છે. મૂળભૂત આગમ ગ્રંથોના સાર સમાન પ્રારંભિક લોકોપયોગી સાહિત્યનો પ્રચાર કેવી રીતે વધુમાં વધુ કરી શકાય તે માટે નક્કર વિચારણાઓ સેમિનાર દ્વારા કરવી જોઈએ.
આજનો યુગ એ માહિતી અને વિજ્ઞાનનો યુગ છે એ વાત માન્ય છે,
પણ
૨૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org