Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭છે જ્ઞાનધારા 2100 ભગવંતો પણ ઉત્તરાધ્યન, દશવૈકાલિક કે આચારાંગ જેવા અમુક જ આગમ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. આગમ ગ્રંથો એ કાચા પારા સમાન છે. સુધર્માસ્વામીની પાટ-પરમ્પરાએ આવેલ એવા ઉત્તરાધિકારી આચાર્યભગવંતો જ જૈન શાસનના શ્રુતના અધિકારી-માલિકી ધરાવે છે અને તેઓની આજ્ઞા, મંજૂરી અને માર્ગદર્શન અનુસાર જ આગમ ગ્રંથોનો અભ્યાસ કરી શકાય.
શ્રુતજ્ઞાનનો સમગ્ર ખજાનો બધા જ માટે ખુલ્લો મૂકી દેવાની વાત વિચાર કરતા યોગ્ય જણાતી નથી. પ્રાયશ્ચિત્ત અને છેદ ગ્રંથોનો અધિકાર તો ફક્ત ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતનો જ છે. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને ધ્યાનમાં લઈને યોગ્ય વ્યક્તિને તેને અનુરૂપ આલોચના આપતા હોય છે. હવે શ્રાવક જ જો આવા ગ્રંથો વાંચીને જાતે જ પ્રાયશ્ચિત્ત લેતા-આપતા થઈ જાય તો શું પરિણામ આવે છે આ ગીતાર્થોનો વિષય છે રિવોલ્વર, બંદૂક કે એરોપ્લેન ચલાવવાનું લાઈસન્સ બધાને અપાતું નથી. જે તે વિષયની ટ્રેનિંગ અને તેમાં નિષ્ણાત થયા બાદ જ તે ચલાવવાનો અધિકાર મળે છે. રાજ્યતંત્રમાં પણ દરેક ઉપરી અને નીચેના અધિકારીના અધિકાર જુદા જુદા હોય છે. કેટલીક વિગતો ગુપ્ત રાખવાની હોય તો ફક્ત IA.S. કે IPs. અથવા તો મંત્રીમંડળને જ જાણમાં હોય છે. એ જ રીતે ધર્મશાસ્ત્રમાં પણ દરેકના અધિકારો અલગ અલગ હોય છે. એનો અર્થ એ કે ગુરઆજ્ઞા વિના શાસ્ત્રવાંચન ન કરાય.
જૈન શાસનના પાયાની બંધારણીય વ્યવસ્થા દરેક સંપ્રદાય અને સમુદાયે પણ જાળવવાની ફરજ છે. ઘરમાં વડીલોનો હક્ક, મોભો જાય પછી મર્યાદાઓ તૂટતાં અવ્યવસ્થા સર્જાય છે. તેમ આચાર્ય ભગવંતોનો પણ એક મોભો હોય છે. તેઓના ચોક્કસ અધિકારો હોય છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર શ્રાવકોનો હોઈ શકે નહીં.
શ્રુતજ્ઞાન બે પ્રકારના અધિકારી માટે હોય છે. જિન શાનનના શ્વેતામ્બર સમુદાયના બંધારણ પ્રમાણે અમુક આગમોનો અભ્યાસ સાધ્વીજી ભગવંતો માટે પણ કહ્યો નથી અને છેદ ગ્રંથો તો ફક્ત વિશિષ્ટ યોગવહન કરેલા સંયમી ગુરુભગવંતોનો જ અધિકાર છે. તેથી આ ગ્રંથોનો અનુવાદ કે વેબસાઈટ પર મૂકવામાં વાજબી નથી.
* ૨૨૫ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org