Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCCC જ્ઞાનધાર ૭૦ વિચાર સ્વરૂપે પરિણમેલા પરમાણુ-સમૂહ-એકમમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હોય છે અને તે પણ ખૂબ જ સૂક્ષ્મ પરિણામી હોય છે, સાથે સાથે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેમ મનની અથવા વિચારોના પુલોની ગતિ પણ ખૂબ જ હોય છે. આથી તેની શક્તિ પણ અનંત હોય છે / હોઈ શકે છે.
આધુનિક ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તો પ્રકાશ પણ એક પ્રકારના વીજચુંબકીય તરંગ માત્ર જ છે અને અત્યારે આપણા વાતાવરણમાં અબજો પ્રકારના વીજ-ચુંબકીય તરંગો પથરાયેલા જ છે. તે દરેકની ઝડપ પણ પ્રકાશની ઝડપ જેટલી જ મતલબ કે ૩,૦૦,૦૦૦ કિમી/સેકંડ છે. માત્ર તેની કંપસંખ્યા કાં તો ઘણી વધુ છે તેથી અથવા કાં તો ઘણી ઓછી છે તેથી આપણે જોઈ શકતા
નથી.
રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે તેથી તેના વિશે કોઈ પણ પિષ્ટપેષણ કરવાની આવશ્યક્તા નથી, છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચયની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગૅસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર, જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્યપ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮ મિનિટ પહેલાં ભોજન કરવાનું જૈન ગ્રંથોમાં વિધાન છે, કારણકે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. સૂર્યાસ્ત સમયે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થતો હોવાથી તથા સૂર્યોદય સમયે જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા દે છે.
ટૂંકમાં જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્યવિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને
* ૨૧૭ ઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org