Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭૯ જ્ઞાનધારા OOO ચિત્રવાર્તાઓ, નાટકના ધાર્મિક સંવાદો, કર્ણપ્રિય ધાર્મિક સ્તવનો, સ્તોત્ર ગીતો, વાંચતા જ યાદ રહી જાય તેવાં સુવાક્યો પ્રસિદ્ધ થાય છે. શિર વાંચન સરળ શૈલીમાં વાંચવા મળે છે. આ ભગીરથ કાર્યની શરૂઆત છે, પરંતુ જેમજેમ વેગ પકડશે તેમ જ્ઞાનની જ્યોત પ્રત્યેક જૈન-જૈનેતર ઘરમાં પ્રકટશે. આથી જ્ઞાનપિપાસુની ઈચ્છા સંતોષાશે તે નિર્વિવાદ વાત છે..
ધાર્મિક શિબિરો:
દેશ-વિદેશોમાં જૈન સમાજમાં ધર્મ પ્રત્યે આકર્ષણ વધતું જાય છે. વિષમ બનતા જતા જીવનના દુઃખ નિવારવા, શાંતિ, પ્રશાંતિ, ઉપશાંતિ માટે ધર્મજાગરૂકતા આવી રહી છે. આ માટે આગમ ગ્રંથોને કેન્દ્રમાં રાખી ધાર્મિક શિબિરો યોજવામાં આવે તો વિદ્વાનો ધાર્મિક શિક્ષણ પ્રદાન કરી શકે. શિબિરમાં તૈયાર થયેલા ધર્મપ્રેમી બીજાં ભાઈ-બહેનોને તૈયાર કરશે અને જ્યોત સે જ્યોત જલે એ ન્યાયે ધાર્મિક પામેલું એક વિશાળ શિક્ષિત જૂથ તૈયાર થશે. શિબિરોમાં પ્રાર્થના, અનુષ્ઠાન, ધર્મપારાયણતા, પ્રામાણિકતા, નૈતિકતા, વ્યસનમુક્તિ, શાકાહારી અભિગમ, પર્યાવરણની રક્ષા, મહાન પુરુષોના ઉપદેશ, તત્ત્વજ્ઞાન અભિપ્રેત છે. આમ દરેક વિષયે સમજણ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજી શકાય. આ અભિપ્રેરણાત્મક (Motivational) પ્રવૃત્તિ, પ્રયોગ, અનુભવ વિશાળ ફલક પર પણ લઈ જઈ શકીએ. લક્ષ્યાંક સફળતાપૂર્વક કર્યા બાદ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિઓથી વિચારવિનિમય, આદાન-પ્રદાનથી ધર્મ પ્રચાર-પ્રસાર માટે ક્ષેત્રો વિસ્તરશે.
સુધર્મા પ્રચાર મંડળ ચાતુર્માસ કે પર્યુષણ પર્વમાં, સંત-સતીજીનો યોગ ન હોય ત્યાં ધર્મઆરાધના કરવા જાય છે. આમ પ્રશિક્ષિત જ્ઞાની વિદ્વાનો ધાર્મિક પ્રવચનો આપે છે. ધાર્મિક અનુષ્ઠાન પણ કરાવે છે. વિદેશમાં પણ ઘણા ધર્મપ્રવર્તકો જિનવાણી સંભળાવવા જાય છે. આમ વિદેશમાં રહેતા ધર્મપ્રેમી જેનો આ વિદ્વાનોનો પ્રેમથી આદરસત્કાર કરે છે. આ જ્ઞાનસરવાણીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ત્યાં રહેતા શ્રાવકો એકતા, નિષ્ઠા, ધર્મપ્રેમ, સમર્પણથી પર્વનો આનંદ માણે છે.
જ્ઞાનસત્રો : - જ્ઞાનસત્રો એ વિદ્વતજનોની અભિવંદના છે. પ્રાણગુરુ જૈન સેંટર - મુંબઈ દ્વારા
- ૧૮૨ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org