Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનધારા
જ
YOCKO મહત્તમ આવશ્યકતા હોય છે અને આવાં મંડળો જ શ્રી સંઘની અપેક્ષાઓની સફ્ળ પૂર્તિ કરે છે. સંત-સતીજીઓ પણ આવા મંડળોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા હોય છે.
ચાતુર્માસ કે શેષકાળમાં આવાં જૈન મહિલામંડળો કે શ્રાવિકામંડળો જ આધ્યાત્મિક અને ધાર્મિક અનુષ્ઠાનોથી ધર્મસ્થાનકોને ગાજતાં કે.ગુંજતાં રાખી શકે છે. જ્યાં સંઘોમાં સભ્યસંખ્યા વધુ હોય ત્યાં ઉંમર પ્રમાણે આવાં મંડળોને વિભાજિત કરવામાં આવે છે.
:
:
♦ પચાસથી વધુ ઉંમરની મહિલાઓ માટે :
અને આવા અલગઅલગ મંડળો ધર્મ સ્થાનકમાં વિવિધલક્ષી પ્રવૃત્તિઓ
કરે છે.
• તરુણીઓ અને યુવતીઓ માટે પરણિત મહિલાઓ માટે
શ્રી જૈન કુમારિકા મંડળ
શ્રી જૈન વમંડળ શ્રી શ્રાવિકામંડળ
મહિલામંડળોની પ્રવૃત્તિઓ :
શ્રી સંઘના માર્ગદર્શન અને સહયોગથી સાધુ-સંતોની વેયાવચ્ચનું કાર્ય કરે છે. જ્ઞાનદાતા અને પંડિતો દ્વારા ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અને ધાર્મિક શ્રેણીઓની પરીક્ષા પાસ કરે છે.
તપસ્યાનાં પારણાં અને દીક્ષા મહોત્સવ જેવા પ્રસંગોએ સાંછનાં ગીતો અને અન્ય ધાર્મિક મંગલ પ્રસંગોનું આયોજન કરે છે.
•
તપસ્યાનાં પારણાં, પર્યુષણ, ચાતુર્માસ મંગલ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન - વિદાય જેવા ધાર્મિક પ્રસંગોએ શોભાયાત્રાના આયોજનમાં મંગલ કળશ, પવિત્ર આગમ ગ્રંથો વગેરેના ઉપયોગ દ્વારા શોભાયાત્રાને દેદીપ્યમાન બનાવે છે. પૂ. ગુરુભગવંતો અને પૂ. સાધ્વીજીઓના દીક્ષાજંયતી કે પુણ્યતિથિ, ધર્મસ્થાનકના ઉદ્ઘાટન કે ગ્રંથવિમોચન જેવા પ્રસંગોએ ગીત, સંગીત, નાટિકાઓ, સંવાદ, નૃત્ય પ્રદર્શન વગેરે દ્વારા કાર્યક્રમને રસમય અને સફળ બનાવે છે. નવપદ આરાધના-આયંબિલ ઓળી, મહાવીર નિર્વાણ-દીપોત્સવી પર્વ, પર્યુષણ પર્વ કે મહાવીરજંયતી જેવા લોકોતર પર્વની ઉજવણીમાં આવાં મંડળો ઉત્સાહથી ભાગ લઈ પોતાની વિશિષ્ટ સેવા દ્વારા સંઘના નામને રોશન કરે છે.
૧૮૮
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org