Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધા૨ા
મળે છે. તે ગ્રંથ પ્રાય: ઈ.સ. પૂર્વે ૧૦૦ વર્ષે રચાયેલ છે.
ફાયર બૉલની થિયરી આપનાર ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી કહે છે, બ્રહ્માંડમાં અન્યત્ર પણ જીવન હોવાની પૂરી શક્યતા છે.
બ્રહ્માંડમાં રહેલા અગણિત વિરાટ તારાનું વિસર્જન આખરે કઈ રીતે થાય છે તે અંગે વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની બ્લૅકહૉલ થિયરીને પડકારી ફાયર બૉલનો સિદ્ધાંત આપી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર ખગોળ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી જ્યારે ઈશ્વરના અસ્તિત્વ અંગેના જવાબ આપતા આ વાત કરે ત્યારે તેમનું વેદ અને વિજ્ઞાન બંનેનું ઊંડું જ્ઞાન સામે આવે છે.
સ્માર્ટ ફોનના યુગમાં સંશોધન માટે એકગ્રતા અને શાંતિ માટે મોબાઈલ પણ ન વાપરનાર ડૉ. પંકજભાઈ જોશી બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ જીવન હોવાની શક્યતા નકારતા નથી. છેલ્લાં દસ વર્ષમાં આપણે ૨૦૦થી વધુ તારા - ગ્રહો શોધ્યા છે અને જે સંશોધનો - પ્રમાણો જોવા મળી રહ્યાં છે તે જોતા બ્રહ્માંડમાં કોઈ ખૂણે, કોઈ ગ્રહ પર જીવન ધબકતું જરૂર હશે. આ જીવન પૃથ્વી જેવું કે પછી આપણે એલિયન્સની કલ્પના કરીએ છીએ તેનાથી જુદું પણ હોઈ શકે.
વિશ્વખ્યાત સાયન્સ મૅગેઝિન જેનું નામ સાયન્ટિફિક અમેરિકન છે તે મૅગેઝિન મે માસમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોએ આપેલાં સંશોધનોમાંથી ૧૬ વૈજ્ઞાનિકોના આપેલા સંશોધન લેખ પસંદ કરી સ્પેશિયલ અંક આપ્યો. વિશ્વમાંથી પસંદ પામેલા આ ૧૬ વૈજ્ઞાનિકોમાં ભારતમાંથી – એશિયામાંથી એકમાત્ર વૈજ્ઞાનિકનો લેખ સામેલ હતો અને તે લેખ હતો સાયન્ટિસ્ટ ડૉ. પંકજભાઈ જોશીનો. ગુજરાતે ડૉ. હોમી ભાભા, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો વિશ્વને આપ્યા છે તેમાં એક કડી ડૉ. પંકજભાઈ જોશી દ્વારા ઉમેરાય છે.
કોઈ પણ ભૌતિક પદાર્થ દશ સમય એટલે કે લગભગ ૧૦ સેકંડથી ઓછા કાળમાં બ્રહ્માંડના ઉપરના છેડાથી નીચેના છેડા સુધી અથવા નીચેના છેડાથી છેક ઉપરના છેડા સુધી પહોંચી શકે છે. અર્થાત્ ૧૪ રજ્જુ (રાજલોક) જેટલું અંતર કાપી શકે છે. જ્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની પૂર્વધારણા પ્રમાણે કોઈ પણ ભૌતિક પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધુ ક્યારેય હોતો નથી. અલબત્ત, આઈન્સ્ટાઈનની આ પૂર્વધારણાના આધારે કરેલું ગણિત દશ્યમાન
૨૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org