Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધારા OિTOS
ગણિત વસ્તુતઃ કાલ્પનિક વિષય હોવા છતાં, મનુષ્યની જરૂરિયાતના કારણે તેની શોધ તથા વિકાસ થયો છે એટલે વ્યવહારમાં તેનો ઉપયોગ અને લોક/સંસારનું સ્વરૂપ સમજાવવું એ જૈન દર્શનનું મુખ્ય ધ્યેય હતું.
જૈન ગણિતની એક વિશેષતા એ છે કે એમાં ઋણાત્મક સંખ્યાનો ક્યાંય, કશો જ ઉપયોગ કે નિર્દેશ કરવામાં આવ્યો નથી, કારણકે જૈન ગ્રંથોમાં બ્રહ્માંડના વાસ્તવિક પદાર્થોનું નિરૂપણ કરેલ હોવાથી અને તે બધા જ પદાર્થોના અસ્તિત્વના કારણે તેના માટે ઘનાત્મક સંખ્યાઓનો પ્રયોગ થયેલ છે.
ગણિત એ સર્વ વિદ્યાઓનો પાયો છે. ગણિતના જ્ઞાનથી બુદ્ધિનો વિકાસ થાય છે. પ્રાચીન સમયમાં પણ આપણા દેશમાં ભાષા અને ગણિતનું જ્ઞાન આપવામાં આવતું હતું. વર્તમાન સમયમાં ભણાવવામાં આવતા ઈતર વિષયોનું જ્ઞાન તે વખતના જમાનામાં ઉચિત જણાતું ન હતું. એટલા માટે ભાષા અને ગણિતના વિષયસંબંધી અનેક ગ્રંથોની રચના પ્રાચીન ઋષિમુનિઓએ કરેલી છે. આપણા દેશમાં ગણિતનાં પુસ્તકો ગદ્ય અને પદ્ય રૂપમાં જોવા મળે છે. ગણિત સૂક્ષ્મ જ્ઞાનના આધારે જ્યોતિષીઓએ પંચાગોની રચના કરી, જે સૂર્ય, ચંદ્રગ્રહણની તેમ જ અન્ય જરૂરી માહિતી અગાઉથી આપી શકે છે.
આપણા ચિરપરિચિત અંકો અને શૂન્ય તથા દશાંશ પદ્ધતિની શોધ, ઉપયોગ અને તેની નક્કર સ્વરૂપમાં સ્થાપના વગેરે ઈ.સ. પૂર્વે ૪૦૦થી લઈને ઈ.સ. ૪૦૦ સુધીમાં થઈ છે, એમ આજના સંશોધકો માને છે. તે જમાનામાં ભૂમિતિને ક્ષેત્ર ગણિત કહેવામાં આવતું હતું અને અંકગણિતને ધૂલિ ગણિત કે ધૂલિ કર્મ અથવા પાટી ગણિત કહેવામાં આવતું હતું.
આશ્ચર્યકારક પરંતુ સત્ય હકીકત એ છે કે ભારતીય ગણિતમાં છેક શરૂઆતથી જ ૧૦ને ગણતરીના પાયા તરીકે લેવામાં આવ્યો છે. લખવાની પદ્ધતિ શરૂ થઈ એ પહેલાં પાયાવાળી ઘણી મોટી સંખ્યાઓનો ભારતીય પ્રજા ઉપયોગ કરતી હતી અને તે આ પ્રમાણે હતી. એક (૧) દશ (૧૦) સહસ્ત્ર (૧૦૦૦), અયુત (૧૦,૦૦૦) વગેરે પરાર્ધ (૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) સુધીની સંખ્યાઓ છે. લલિત વિસ્તરા નામના એક પ્રાચીન ગ્રંથમાં ૧૦ પાયાવાળી સંખ્યા જોવા
* ૨૧૩ %
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org