Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SC_જ્ઞાનધારા
O
O
O
૨૦૦
ક્ષમાશ્રમણના સમય સુધી એટલે કે ૯૮૦ વર્ષ સુધી મુખપાઠ પરંપરામાં કોઈ પણ જાતની ભૂલ વગર સચવાયેલી રહી હતી. ત્યાર પછી જૈન આગમો પુસ્તકરૂઢ / લિપિબદ્ધ કરવામાં આવ્યા ત્યારે તેમાં આ સંખ્યાને પણ બતાવવામાં આવી. ટૂંકમાં આધુનિક સંશોધકો અને ઈતિહાસકારો ભલે એમ માને કે ઈ.સ. પૂર્વે ૧૦૦ વર્ષે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ થઈ, પરંતુ જૈન પરંપરા કલ્પસૂત્રના ટીકાકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીના કથન પ્રમાણે ભગવાન ઋષભદેવે જ્યારે ગૃહસ્થનો વ્યવહારધર્મ પ્રવર્તાવ્યો ત્યારે જ તેઓએ ગણિત પણ બતાવ્યું હતું એટલે ભારતીય પરંપરાનું આ ગણિત અબજો વર્ષ પૂર્વેનું કહી શકાય. આ થઈ અંકગણિતની વાત. તે જ રીતે સેટ થિયરીના શોધક તરીકે જ્યાર્જ કેન્ટોરને માનવામાં આવે છે, પરંતુ જૈન ધર્મના પ્રાકૃત ગ્રંથોના સંદર્ભો જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે સેટ થિયરી એટલે કે રાશિ સિદ્ધાંતની શોધ મૂલત: જૈન પરંપરામાં, જૈન ગ્રંથકારોએ તેઓના કર્મવાદના અભ્યાસ તથા સ્પષ્ટીકરણ માટે કરી હતી.
જૈન ગણિતમાં અસંખ્યાત અને અનંતના ખયાલોમાં પણ આ જ ખયાલ રજૂ થયેલ છે, એટલે કે અસંખ્યાતના અસંખ્યાતા જ શેષ રહે છે. તે જ રીતે અનંતમાથી અનંત બાદ કરીએ તોપણ અનંત જ શેષ રહે છે, કારણકે અનંતના અનંત પ્રકારો છે.
-
તો જંબુદ્રીપપ્રજ્ઞમિ, સૂર્યપ્રજ્ઞમિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞતિ વગેરે જૈન આગમોમાં જંબુદ્વીપ વગેરેનાં લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ અને સાથે સાથે જંબુદ્વીપમાં રહેલ પર્વતો વગેરેના ઘન વગેરે કાઢવાની સરળ રીતો પણ બતાવી છે. આ રીતે ક્ષેત્રગણિત અર્થાત્ પ્લેઈન જ્યોમેટ્રી ભૂમિતિ પણ બતાવવામાં આવી છે. અલબત્ત, આ ભૂમિતિ યુકિલીડની સમતળ ભૂમિતિના પ્રકારની છે.
જૈન સંખ્યા પદ્ધતિમાં ત્રણ વિભાગ આવે છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત (૩) અનંત. સંખ્યાતના ત્રણ પેટાવિભાગ છે: (૧) જઘન્ય સંખ્યાત (૨) મધ્યમ સંખ્યાત (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત. જૈન પરંપરામાં એકને સંખ્યા તરીકે ગણવામાં આવતી નથી. સંખ્યાની ગણતરી બેના આંકથી જ થાય છે. તેથી બે જઘન્ય સંખ્યાત કહેવાય છે. ત્યાર બાદ ત્રણથી લઈને જઘન્ય અસંખ્યાતમાં બે ઓછા હોય ત્યાં સુધીની સંખ્યાને મધ્યમ સંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતમાં
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org