Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા ૭૦
આજનું બાળક કે યુવા વર્ગ પ્રશ્ન પૂછે છે, જવાબ માગે છે એનો અર્થ એવો નથી કે તેઓ ધર્મથી વિરુદ્ધ છે. આપણે તેમને સંતોષકારક, વૈજ્ઞાનિક, Rational અને Convincing જવાબ આપવો જ રહ્યો. જો તેમ નહીં થાય તો તેઓ વ્યવહારમાં, અમલમાં નહીં મૂકી શકે. આનો યુવા વર્ગ, ખાસ કરીને ઉપાશ્રયમાં કે દેરાસરમાં જવા તૈયાર નથી. શા માટે જાણો છો ? કારણકે તેમને ધર્મના નીતિ, નિયમો, પૂજા વિધિ, સિદ્ધાંતો, તત્ત્વો વગેરે વિષે સાચી માહિતી અને સમજણ નથી, પણ જો તેઓને સમજાવવામાં આવે તો તેઓ ચોક્કસપણે પોતાની મેળે, દિલથી અમલમાં મૂકવાની કોશિશ કરશે.
* વર્તમાન સમયમાં માતા-પિતા, વડીલો શિક્ષણનું માધ્યમ અંગ્રેજીમાં વધુ પસંદ કરે છે અને આપણું જૈન સાહિત્ય (મૂળ) ગુજરાતીમાં હોઈ તેઓ વાંચી અને સમજી શક્તા નથી. સાંપ્રતકાળમાં યુવાનોને ધર્માભિમુખ કરવા માટે જૈન શિક્ષણ પદ્ધતિ, યુવાનોની ધર્મપ્રવૃત્તિને મોડર્ન ટચ એટલે કે આધુનિક ઓપ આપવો રહ્યો. જો સાદી, સરળ, રસપ્રદ અંગ્રેજી ભાષામાં જૈન તત્વજ્ઞાનનું માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ જરૂર સમજી શકે. જ્ઞાન સાથે ગમ્મત, પિશ્ચર સાથે Comic, જૈન ધર્મ વૈજ્ઞાનિક છે, ધર્મનાં વૈજ્ઞાનિક તથ્યોને સમજાવવાં જરૂરી છે. Space technology અને Internetના યુગનો યુવાન ધર્મની દંતકથામૂલક વાર્તાઓને અંધશ્રદ્ધા માનશે. માટે ધર્મની વાતોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવી પડશે. વળી મહાજન, સંસ્થાઓએ સક્રિય થઈ વિવિધ સંપ્રદાયોના સંગઠનનું નક્કર કાર્ય કરવું પડશે.
સાંપ્રત જીવનપ્રવાહમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. દેશવિદેશમાં ચોતરફ જૈનો વસવાટ કરી રહ્યા છે. જૈન સાધુ-સાધ્વીજીઓ આચારધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. શ્રમણ સંઘની સમાચારી અને સંયમજીવનની મર્યાદાને કારણે જૈન સાધુ-સાધ્વીજીઓ વિદેશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળનાં પરિવર્તનને કારણે કેટલાંક કાર્યો કરી શકે નહિ તેથી આવાં કાર્યો માટે ચતુર્વિધ સંઘને જોડતી કડી શાસન પ્રભાવક કે શ્રમણ શ્રેણીની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ જેથી અલગઅલગ દુર્ગમ સ્થળો અને પરદેશમાં જઈ શાસન પ્રભાવકો વીતરાગમાર્ગની પ્રભાવના કરી શકે. વિદેશોમાં ખાસ કરીને જૈનોને જૈન ધર્મ, જૈન દર્શન વિષેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં ધર્મપ્રચારક કે પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. તે કામ
• ૧૯૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org