Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બ000000000 સાંપ્રતકાળના પ્રવાહમાં સાંપ્રહાયક [ જૈન ધર્મનાં અભ્યાસ અને પરંપરાગત માન્યતાઓમાં | ડૉ. ઉત્પલાબહેન M.A.
Ph. D. છે. ભવન્સ સોમાની શાસ્ત્રાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન | કાલેજનાં ફિલોસોફીનાં હેડ અને વિશ્લેષણ | ઑફ ડિપાર્ટમેન્ટ છે. તેમનો
“જ્ઞાનસરિતા” ગ્રંથ પ્રગટ ૪ ડૉ. ઉત્પલા મોદી | થયો છે. . ત્યાગનો જન્મ વૈરાગ્ય વિના થતો નથી. વૈરાગ્યનો જન્મ વૃત્તિના ત્યાગ વિના થતો નથી. પૂર્વભવના પાપોદયે સાધનસામગ્રી ન મળે અને ઉપભોગ ન કરે, તંદુરસ્તી સારી ન હોય, રોગથી પીડાતા હોય અને ડૉક્ટર અમુક વસ્તુઓ, વાનગીઓ, મીઠાઈઓ ખાવાની ના પાડે અને આપણે ન ખાઈએ તો તેને ત્યાગી ન કહેવાય. એટલે કે ન મળે અને ઉપયોગ ન કરે અને ન ભોગવે તે ત્યાગી નથી. જ્ઞાનીનું ત્યાગી માટેનું મીટર જુદું છે. ' વિષયોનો રસ પૂનમના સાગરની ભરતીની જેમ ઊછળતો હોય તો વર્તમાનમાં ભલે ઉપભોગ નથી, પરંતુ તે વસ્તુનો તે ત્યાગી ન ગણાય. સર્વજ્ઞના ભાવો અનંત છે! અસીમ છે, અગાધ છે.. ભગવંત કહે છે... ' “મનને માર્યા વિના, સંયમ રાખ્યા વિના, તનને તપાવ્યા વિના, જીવને જગાડ્યા વિના કોઈ ત્યાગી બની શકતું નથી. ઈચ્છાનો, આકાંક્ષાઓનો, મનોકામનાનો નિરોધ તે જ મોટો ત્યાગ. બધો જ આધારા મન પર છે.
સંજમા સંજમણી એટલે કે શ્રાવપણું પૂર્ણ સંયમ પણ નહિ અને પૂર્ણ અસંયમ પણ નહિ તેને શ્રાવકપણું કહેવામાં આવે છે.
પરમાત્માએ અનંત કરુણા કરી બે માર્ગ બતાવ્યા છે: (૧) અણગાર માર્ગ (૨) આગાર માર્ગ. જ્યારે પ્રભુ દેશના આપે ત્યારે પ્રથમ અણગાર માર્ગની જ વાત કરે. લેવા જેવો તો સંયમ જ છે, કારણકે આ જ પૂર્ણ માર્ગ છે મોક્ષમાં લઈ જવાવાળો માર્ગ છે. પરમાત્મા તો જ્ઞાની હતા, એમને ખયાલ જ હતો કે બધા આ માર્ગ સ્વીકારશે નહિ. જેમણે સ્વીકાર્યો છે એ તો આત્મકલ્યાણ કરી લેશે, પરંતુ જેમણે નથી સ્વીકાર્યો એમનું શું? એમણે આત્મકલ્યાણ નહિ કરવાનું? અકારણ કરુણાના
- ૧૯૦ ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org