Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCT૯ જ્ઞાનધારા 3000 આ સંશોધનોનાં નિશ્ચયાત્મક પરિણામોના કારણે, હવે પુનર્જન્મનો સિદ્ધાંત ઝડપભેર માન્ય બની રહ્યો છે. હિંદમાં પણ જયપુર યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના ડૉ. બેનરજી દ્વારા આવું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. એ વિભાગે પૂર્વજીવનની સ્મૃતિ જેને થઈ હોય એવા પાંચસોથી વધુ કેસો એકત્ર કર્યા હતા.. - ડૉ. બેનરજીની જેમ અમેરિકામાં વર્જિનિયા યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના ડૉ. ઈઆન સ્ટીવન્સન પણ પુનર્જન્મ અંગે સંશોધન કરી રહ્યા છે. જેમાં પુનર્જન્મનો સંકેત મળતો હોય એવા બારસો કેસ એમની પાસે નોંધાયેલા પડ્યા છે. તેમાંના બસોથી વધુ કેસની ચકાસણી તેઓ – સાથીઓ દ્વારા કે જાતે કરી ચૂક્યા છે. જેમાંથી ચૂંટેલા કેસોના વિસ્તૃત અહેવાલો – સ્થળ પર જઈ કરાયેલી . પુરાવાઓની તલસ્પર્શી ચકાસણી અને સાક્ષીઓની ઝીણવટભરી તપાસની સવિસ્તર વિગતો સાથેના દળદાર ગ્રંથો યુનિવર્સિટી પ્રેસ ઓફ વર્જિનિયા તરફથી પ્રકાશિત થયેલા છે. રજસ્વલા સ્ત્રી (એમ.સી.)ની શાસ્ત્રીય મર્યાદા :
આજે ગુનાઓને શોધવામાં કૂતરાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જાણીએ છીએ. કૂતરાઓ ગુનેગારને શી રીતે શોધી કાઢે છે એ જાણો છો? કૂતરું માણસને એના શરીરની ગંધ પરથી ઓળખી કાઢે છે. એની આ શક્તિ અહીં કામે લગાડાય છે.
માણસ જ્યાંથી પસાર થયો હોય ત્યાં પણ એના પરમાણુઓ બાર કલાક સુધી કૂતરાની ઘ્રાણેન્દ્રિય પડી શકે એટલા પ્રમાણમાં રહે છે, તો એ જ્યાં બેઠો હોય ત્યાં એના પરમાણુઓ વધારે મોટા પ્રમાણમાં રહે અને તે વિજાતીય વ્યક્તિના નાડીતંત્ર પર કંઈક વિકારી અસર જન્માવે એ સમજી શકાય એવું છે. તેથી બ્રહ્મચર્યની રક્ષાર્થે બતાવેલ નિયમોમાં ભગવાન મહાવીરદેવે એક સૂચન એ પણ કર્યું કે સ્ત્રીના આસનનો પુરુષ અને પુરુષના આસનનો સ્ત્રીએ અમુક સમય સુધી ઉપયોગ ન કરવો. એમનું જ્ઞાન કેટલું ઊંડું અને તલસ્પર્શી હતું તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને આ વિધાનમાં જોવા મળે છે. ' - તેમાં સંભિન્ન સ્ત્રોતમ્ નામે એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે, તે પોતાની કોઈ પણ એક જ ઈન્દ્રિય વડે, તે સિવાયની અન્ય ચાર ઈન્દ્રિય
- ૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org