Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો
♦ ડૉ. પ્રવીણ સી. શાહ ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં આવિષ્કારો કર્યાં છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબીક્ષેત્રે તથા ભૂગોળ-ખગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અવકાશી ગ્રહોનાં સંશોધનો કર્યાં છે તેનાથી તો આધ્યાત્મિક જગતના ઋષિમુનિઓએ પ્રગટ કરેલાં રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે.
શ્રુત સાગર જેવા જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના વિષયોમાં પુનર્જન્મ, જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, કર્મવાદ, આત્માની સ્વતંત્રતા, આત્મા અને શરીરનો ભદ, પદાર્થ વિજ્ઞાનમાં અણુ-પરમાણુ.- વર્ગણાઓની ચર્ચા, કાર્યણ વર્ગણાનું વિશ્વનું ચૌદ રાજલોક સંબંધીનું સ્વરૂપ, દેવલોકનું સ્વરૂપ, ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થયેલા જીવોના આયુષ્ય, કાળનું સ્વર્ગી, ગણિતની સંખ્યાઓ અને શૂન્ય, અસંખ્યનું સ્વરૂપ, જૈન ભૂગોળના નકશાનું વર્ણન વગેરે અનેક બાબતોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે તે જાણી આનંદ અને આશ્ચર્ય થાય છે અને સર્વજ્ઞનાં વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત બનાવે છે. આપ સમજી શકો છો કે આ બધા વિષયનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપણા લેખની મર્યાદામાં રજૂ કરવું આવશ્યક છે, પણ જૈન આગમ ગ્રંથોમાં સંશોધન કરતા ખાતરીપૂર્વક કહી શકાય કે આવા અતિન્દ્રિય પદાર્થોની ચર્ચા વૈજ્ઞાનિક સંશોધનોથી સચોટ પુરવાર કરી શકાય છે. અહીં મુખ્ય વિષયોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ કરેલાં-તારવેલાં સત્યોથી જૈન દર્શનના પદાર્થોને સિદ્ધ કરવામાં મળતી પુષ્ટિનો ઉલ્લેખ કર્યો છે.
જૈન દર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈન વિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, તોપણ બંને (જૈન
૨૦૩
અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા’ વિષય પર Ph.D કર્યું છે. પ્રવીણભાઈ જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે અને વિવિધ જૈન સેમિનાર્સમાં
ભાગ લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org