Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
: ૯ જ્ઞાનધારા
O 0 આદિ નુકસાન થાય છે. અન્ય ધર્મના લોકો જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીઓની નિંદા કરે છે અને સોસાઈટીમાં રહેવાની પરવાનગી નથી આપતા. તો શું કરવું? શું તેઓ બાથરૂમ, જાજરૂનો ઉપયોગ ન કરી શકે ?
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉચિત સુધારા-વધારા કરવા જરૂરી હોય છે તે કરી શકાય છે. પ્રભુઆજ્ઞાની અશાતના ન થાય તે રીતે ગીતાર્થ, વડીલ, સંતો - આચાર્યો તથા જ્ઞાની મહાપુરુષોએ વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ પર વિચારણા કરવાની જરૂર છે.
બાકી સામાજિક ક્ષેત્રે જેમજેમ પ્રશ્નો થાય ત્યારે જનપ્રવાહ વિચલિત થાય. થોડી વાતો....... આક્રોશ.... ચર્ચા અને આખરે હતા ત્યાં ને ત્યાં પણ ધર્મ ક્ષેત્રે આવું ન ચલાવાય. ચતુર્વિધ સંઘની જવાબદારી ઘણી જ મોટી છે અને જૈન પત્રપત્રિકાઓએ જાગતા પ્રહરી બની દિગ્દર્શન કરાવવાની અનિવાર્ય ભૂમિકા ભજવવી જ રહી ! જૈન સમાજનાં અગ્રણી પત્ર-પત્રિકાઓએ કોઈ પણ પૂર્વગ્રહ-દુરાગ્રહ કે કદાગ્રહ વિના જ્યારે જ્યારે પ્રશ્નો ઊડ્યા ત્યારે દીવાદાંડી બની દિગ્દર્શન કરાવ્યું છે. સંનિષ્ઠ અને નિષ્પક્ષ તંત્રીપદે શોભાયમાન સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, ખીમંચદ મગનલાલ વોરા, એમ. જે. દેસાઈ, વજુભાઈ અને આઘપિતામહસમા સ્વ. વાડીલાલ મોહનલાલ શાહ અને બીજા અનેકોએ નૈતિક હિંમત સાથે સમાજને સમયે સમયે જાગૃત રાખવામાં પોતાનું યોગદાન આપ્યું.
મનભેદ વિના મતભેદ મિટાવી જૈન શાસનની ગરિમા જાળવવા પ્રત્યે સજાગ રહેવાની જવાબદારી તો એક સામાન્યમાં સામાન્ય “ક્સ”ના શિરે પણ આવી જ જાય છે તે ભૂલવું જોઈએ નહિ. આજે સમાજમાં ઐક્યતા માટે સહુ અથાગ પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ઐક્યતાને ટકાવી રાખવા સહુએ પોતાની જવાબદારી સમજવી જોઈએ તેમાં જ શાણપણ છે.. .
પરિણામધારા બદલાતા કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતાં ભાવોમાં શુદ્ધિ આવે છે. રાગભાવ દૂર થઈ જાય છે. વિચારધારા બદલાતા સંયમપાલનમાં ઉત્સાહ આવી જાય છે, મજબૂતાઈ આવી જાય છે. રાગભાવ નીકળી જાય ને સંયમનું મહત્ત્વ સમાઈ જાય છે.
વર્તમાન સમય જે ઊતરતો કાળ છે, પંચમકાળ જેમાં સર્વમ્ દુઃખમ દુઃખમ
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org