Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા GOOc બ્રહ્મચર્યરૂપી પૂજણી વડે રહી ગયેલી રજકણોને દૂર કરતો જ રહે છે અને અપરિગ્રહરૂપી તેજથી આત્માને ચળકાવતો જ રહે છે. દીક્ષાના આ પુરુષાર્થથી અંધકારમાં રહેલો આત્મા બહાર નીકળી પરમ તેજ તરફ પ્રયાણ કરી, શુદ્ધબુદ્ધ-મુકત બને છે. અનંતશક્તિનો માલિક બને છે. અને ચાર ગતિન પરિભ્રમણમાંથી મુક્ત થઈ મોક્ષસુખને પામે છે. દીક્ષા વિષે આટલું જ્ઞાન તે અવશ્ય હોવું જોઈએ, તો જ દીક્ષા લીધા પછી તે સાચો પુરુષાર્થ કરે છે, સફળ પ્રયત્નો કરે છે અને સત્યનો પંથ પકડે છે.
આમ એ નિશ્ચિત્ત થયું કે દીક્ષા લેવાની જે આત્માને ઇચ્છા થાય તેને સાધુધર્મનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ અને આ જ્ઞાન પ્રાપ્ત કરવું ક્યાંથી? ગુરુવર્યો પાસેથી, પંડિતજીઓ પાસેથી કે શાસ્ત્રો વાંચવાથી આવું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થઈ શકે, પરંતુ તે વ્યક્તિગત અને મર્યાદિત ક્ષેત્રનું જ્ઞાન થાય. ઘણા તો દૂર નાના ગામમાં રહેતા હોય તો એ પણ શક્ય ન બને. તેથી જૈન સમાજની એક ફરજ છે કે આવા મુમુક્ષો માટે દીક્ષિત જીવનનું પ્રશિક્ષણ આપે તેવી વિદ્યાપીઠો સ્થાપવી જોઈએ, જેમાં સાધુની બહુ નજીકની દિનચર્યા પાળવાની હોય, સાધુજીવનની મર્યાદાઓ પાળવાની હોય અને દીક્ષિત જીવનનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય | ગુજરાતમાં મહેસાણા શહેરમાં “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા' એક આવી વિદ્યાપીઠ છે, જ્યાં દિનચર્યામાં ૮થી ૧૦ કલાક ધાર્મિક સૂત્રો, શાસ્ત્રો, કાવ્ય, સંસ્કૃત વગેરેનો અભ્યાસ કડક શિસ્ત સાથે કરાવવામાં આવે છે. સાથે જૈન આચાર-વિચારની સમજ આપવામાં આવે છે. તપનિયમ-પૌષધ-વ્રત-નિયમ વગેરેનું પાલન ફરજિયાત કરાવવામાં આવે છે. પાંચ કે છ વર્ષના આવા અભ્યાસ પછી કાં તો તે યુવક દીક્ષા લે છે, કાં તો કુશાગ્ર પંડિત બનીને બહાર નીકળે છે. જે દીક્ષા લે છે તેને દીક્ષિત જીવન પાળવું સ્વાભાવિક લાગે છે, કારણકે તે વિદ્યાપીઠમાં એ જીવન જીવી ચૂક્યો હોય છે. ૧૧૫ વર્ષ જૂની આ વિદ્યાપીઠમાંથી ૧૮૩ મુમુક્ષુએ દીક્ષા લીધી છે અને આશ્ચર્યની વાત એ છે કે અહીં નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપરૂપે ઈનામો આપવામાં આવે છે. આનંદની વાત એ છે
- ૨૦૦ %
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org