Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દીક્ષા પહેલાંની પૂર્વતૈયારી તથા શ્રમણ-શ્રમણી વિદ્યાપીઠોમાં પ્રશિક્ષણ
Jain Education International
અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. પાઠશાળા અને
♦ ડૉ. છાયાબહેન શાહ
દીક્ષિત થયેલ વ્યક્તિઓને ‘સાધુ અથવા સાધ્વી' કહેવાય છે. શાસ્ત્રોમાં આ સાધુનું વર્ણન કરતાં લખ્યું છે કે સમ્યજ્ઞાન ને ચારિત્ર દ્વારા જે મોક્ષપ્રાપ્તિની સાધના કરે છે તે સાધુ. અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા પ્રયત્નશીલ રહે તે સાધુ. મનનું મૌન ધારણ કરવાવાળો તે સાધુ. સાધુને શ્રમણ પણ કહેવાય. શ્રમણ એટલે આત્મગુણ પ્રગટ કરવાના હેતુથી જે શ્રમ કરે તે શ્રમણ. બધા જીવો પર સમાનભાવ રાખનાર તે શ્રમણ. અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો પર સમભાવધારક તે શ્રમણ. શુભ મનયુક્ત હોય તે શ્રમણ.
‘સાધુ’ની આ વ્યાખ્યાઓ દર્શાવે છે કે સાધુજીવન એક ગંભીર જવાબદારી છે. સ્વેચ્છાએ સ્વીકારેલ ચૅલેન્જ છે. તેથી આ જીવન સ્વીકારવાની જેને ઇચ્છા થાય તેણે પૂર્વતૈયારીઓ કરવી જ પડે. સામાન્ય કાર્ય કરવું હોય તોપણ પૂર્વતૈયારીપૂર્વકનું થાય તો જ તે પાર પડે છે. તો આવું પવિત્ર, ઉચ્ચ અને આધ્યાત્મિક ઉદ્દેશવાળું જીવન સ્વીકારવું હોય ત્યારે નિષ્ઠાપૂર્વકની પૂર્વતૈયારી હોવી જ જોઈએ, તો જ આ જીવન સફળ બને.
આમ તો દીક્ષા લેવાનું મન તે જ આત્માને થાય જે પૂર્વભવમાં એવી
*
આરાધના કરીને આવ્યો હોય. આવું મન થવું તે પણ મહાન પુણ્યનો ઉદાય બતાવે છે. એક વાર દીક્ષા લેવાનો દૃઢ નિર્ણય થઈ જાય પછી નીચેની પૂર્વતૈયારીઓ કરવી આવશ્યક છે.
દીક્ષિત જીવન અહિંસાના પાયા પર ઊભી રહેલી ઇમારત છે. દીક્ષાને શ્રુણામયી કહી છે, કારણકે અહીં સતત એ કાળજી લેવાય છે કે પોતાનાથી કોઈ જીવ હણાય નહીં. વ્યક્તિ જ્યારે દીક્ષા લે છે ત્યારે સર્વ સંઘની સાક્ષીએ પ્રતિજ્ઞા
૧૯૭
For Personal & Private Use Only
સંતોની વૈયાવચ્ચની પ્રવૃત્તિમાં રસ લે છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ લે છે.
www.jainelibrary.org