Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
DO
હવે વાત રહે છે વ્યવહારની. વ્યવહારની દષ્ટિથી એ ઉચિત છે કે સાધુ પોતે એનો પ્રયોગ ન કરે કે બીજા પાસે ન કરાવે કે ન એનું અનુમોદન કરે. લાઈટ વગેરેનો ગૃહસ્થો દ્વારા પોતાના ઉપયોગ માટે લેવાના જે પ્રયોગ થાય છે, તો એનાથી પ્રાપ્ત સહજ પ્રકાશ વગેરેનો ઉપયોગ સાધુ દ્વારા કરાય તો એમાં સાધુને દોષ લાગતો નથી.
વર્તમાન સમયમાં સાધુ-સાધ્વીજીઓનાં વ્યાખ્યાન સાંભળવાનો લાભ સો, બસો કે તેથી વધુ હજારોની સંખ્યામાં શ્રાવક, શ્રાવિકાઓ લેતાં હોય છે. જો શ્રમણ સંઘ માઈકનો ઉપયોગ ન કરે તો શું તેમને જ્ઞાન મેળવવાથી, સમજવાથી વંચિત રાખવાં ? જો માઈકનો ઉપયોગ ન કરવામાં આવે તો આગલી થોડી હરોળમાં બેસનારાં શ્રાવક-શ્રાવિકાઓ જ સાંભળી અને સમજી શકે. બાકીના લોકો કંટાળી જાય, વાતો કરે અને છેલ્લે ઊઠીને ચાલ્યા જાય. જ્ઞાનપિપાસુઓની જ્ઞાનની તરસ છિપાવવા માટે માઈક બહુ અગત્યનો ભાગ ભજવે છે.
સાધુના નિમિત્તે બનાવેલ આહાર-પાણી ‘આધા કર્મી નામના દોષથી દૂષિત કહેવાય. સાધુને તેવો આહાર લેવો કલ્પે નહીં. ‘અતિથિ સંવિભાગ વ્રત’. અતિથિ એટલે મહેમાન. જેની આવવાની કોઈ વર્તાય ન હોય. આપણે અહીંયાં આપણાં સાધુ-સાધ્વીજીઓને અતિથિ કહી શકીએ કે આપણને જાણ કર્યા વગર, ગમે ત્યારે આપણા ઘરે ગોચરી માટે પધારે. ગૃહસ્થે પોતાના માટે જે કંઈ બનાવેલ હોય તેમાંથી જ ગ્રહણ કરે તો નિર્દોષ આહાર કહેવાય. સંવિભાગ એટલે આપણે આપણા માટે જે રસોઈ બનાવી હોય એમાંથી થોડુંક જ વહોરે. ઋષભદેવના સમય સુધી કલ્પવૃક્ષો પાસેથી જ ભોજન મળતું હતું. કલ્પવૃક્ષની ફળદાયક શક્તિ મંદ થતાં ભોજનની સમસ્યા ઊભી થઈ.
શહેરોમાં સોસાઇટીમાં વિવિધ ધર્મોના લોકોનાં ઘરો હોય છે. વળી બહુમાળી મકાન હોય છે. તેમાં જો સોસાઇટીમાં ઉપાશ્રય કે દેરાસર હોય, સ્થાનકમાં સાધુસાધ્વીજીઓને પરઠવા માટે યોગ્ય વ્યવસ્થા નથી થઈ શકતી અને તેમને તકલીફ થાય છે. અન્ય ધર્મના લોકો તેઓને સોસાઇટીમાં પરઠવાની પરવાનગી નથી આપતા. પરઠવામાં સ્થાનાદિનો વિવેક ન રાખવાથી જીવ વિરાધના, સંયમ વિરાધના, ગંદકી થાય, તેથી લોકોને અણગમો થાય, રોગ વધે, ઉપદ્રવ થાય, ધર્મની હિલના થાય
૧૯૪
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org