Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા
OO
કરનારા પ્રભુએ અપાર કરુણાનું ઝરણું વહાવતા દ્વિતીય માર્ગ પણ બતાવ્યો અને એ માર્ગ છે આગાર ધર્મ. અણગાર એટલે કે જેને કોઈ આગાર નથી, જેઓએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે.
મૂળ સૂત્ર ‘“દશવૈકાલિક સૂત્ર” માત્ર સાધુજીવનની ચર્ચા બતાવીને પૂર્ણ થતું નથી, પરંતુ તેની ગાથાએગાથાએ ગૂઢ રહસ્યો છુપાયેલાં છે.
વીતરાગ પરમાત્મા ત્રિકાળદર્શી હતા એટલે વીતરાગ પરમાત્માની પ્રરૂપણા ત્રિકાળદર્શી અને સાતત્ય (સતત) ધરાવતી હોય એવા કેવળી ભગવંતના જ્ઞાનમાં સંપૂર્ણ અને સ્પષ્ટ ભવિષ્યદર્શન હોય એટલે અરિહંત પ્રેરિત માર્ગમાં કોઈ પણ પરિવર્તનની આવશ્યકતા જણાતી નથી.
* med
સમયના પ્રવાહમાં જિન શાસનના અનેક સંપ્રદાયો થયા અને સંપ્રદાયના આચાર્યો - ગુરુભગવંતો પ્રેરિત અનેક માન્યતાઓ પ્રસ્થાપિત થઈ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ભૌગોલિક પરસ્થિતિમાં પરિવર્તનો આવ્યાં અને માનવોના સંથાનમાં પરિવર્તનો આવ્યાં.
શ્રમણ સંસ્કૃતિની ધારાને ગતિમાન રાખવા માટે વિવિધ સંપ્રદાયોમાં સામંજસ્ય જળવાય એને માટે વિવેકપૂર્ણ કેટલાંક પરિવર્તનોની આવશ્યકતા જણાઈ. સાધુઓની સમાચારીનાં પરિવર્તન અંગે શ્રાવકોને કોઈ અંતિમ નિર્ણયનો અધિકાર ન હોઈ શકે, પરંતુ ગીતાર્થ ગુરુભગવંતો વર્તમાન પરંપરાઓ અને માન્યતાઓમાં વિવેકપૂર્ણ પરિવર્તન અંગે જરૂર માર્ગદર્શન આપી શકે.
આજે ૨૫૦૦ વર્ષ પછી પણ સૌ એ વાતમાં સૂર પુરાવશે કે વર્તમાને અનુશાસન વિનાના આચાર્ય કરતાં સક્ષમ અનુશાસ્તાનની મહત્તા વધી જશે. શ્રાવકોનું સ્થાન ચતુર્વિધ સંઘમાં બહુ જ મહત્ત્વનું રહ્યું છે.
મહાપ્રતાપી, ઘોર તપસ્વી વીર પ્રભુ શ્રી મહાવીરસ્વામીએ પંચાચારનું પાલન કરી જૈન શાસનની પ્રતિષ્ઠા વધારી છે. આજે પણ ભારતભરમાં અનેક સાધુસાધ્વીજીઓ પંચાચારનું પાલન કરી મહાવીર શાસનની શાન વધારી રહ્યાં છે. એ આન-બાન-શાનને ટકાવી રાખવાની જવાબદારી ચતુર્વિધ સંઘની છે. શાસનનાં ૨૧ હજાર વર્ષનો કાળ કહેવાતા પ્રચાર માધ્યમથી નહિ, પંચાચાર પાલનરૂપ આચારધર્મથી જ અખંડ રહેવાનો છે.
Jain Education International
૧૯૧
For Personal & Private Use Only
www.jainelibrary.org