Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શSC જ્ઞાનધારા 0િ00 સ્વાધ્યાય અને સામાયિક પુણ્યકર્મ પ્રાપ્ત કરી શકે છે. આ ચારેય કથા (ડી.વી.ડી.) ધર્મક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કહી શકાય.
આગમો અંગ્રેજીમાં અવતરિત કરવાનું યશસ્વી કાર્ય ચાલુ છે તે જિન શાસન માટે ગૌરવની વાત છે. જૈન તત્ત્વના અન્ય આગમ જેવા ગ્રંથોનું દોહન કરી પાંચેક મહાગ્રંથોનું સર્જને થાય તેમ જ આ પાંચ ગ્રંથોને વિશ્વની બધી જ મુખ્ય ભાષામાં અવતરિત કરવાનો પ્રયાસ ઈચ્છનીય છે. આ ગ્રંથોમાં વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિનું ચિંતન પડ્યું છે. આ કૃતસાહિત્ય વિશ્વના ખૂણેખૂણે જિજ્ઞાસુ સુધી પહોંચશે. આગમ ગ્રંથોનું વાંચન અને આગમ પ્રસાર ભક્તિના વિવિધ ભાવો શાસનમાં પ્રવર્તે તેનાથી ઉત્તમ પુણ્યકર્મ, પુરુષાર્થ હોઈ શકે નહિ.
વિદેશમાં જૈન ધર્મપ્રવૃત્તિ
વિશ્વ, રાષ્ટ્ર કે સમાજના દરેક પ્રશ્નોનું સમાધાન જિન દર્શનમાં આપેલ છે. જૈન સ્કોલર પાસે માર્ગદર્શન માટે વિદેશથી ઘણા લોકો અવારનવાર આવે છે. જૈન સમાજ માટે ગૌરવની વાત છે, વિદેશમાં જૈન ધર્મની પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો છે. વિશ્વના ગમે તે ખૂણામાં જૈન સમાજ નાનો હોય તોપણ એક મોટું જૈનવિશ્વ રચી દે છે. અમેરિકા, લંડન, આફ્રિકામાં જૈનોની વસ્તી મોટી છે. ત્યાં પર્યુષણ પર્વ દરિમયાન ભારતમાંથી વિદ્વાનોને આમંત્રિત કરી તેમની પાસેથી ધર્મગ્રંથોમાંથી જ્ઞાનની સમજણ સરળ ભાષામાં મેળવે છે. વિદેશમાં પાઠશાળા, સેમિનાર, વિદ્વાનોનાં પ્રવચનો, જૈન સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવતાં હોય છે. કેન્યા, મોમ્બાસા, નૈરોબી, બર્મા, મલયેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, સાઉદી અરેબિયા, દુબઈ વગેરે દેશોમાં ત્યાં જૈન સમાજ નાનો હોય, પણ ધર્મની પ્રવૃત્તિઓ જીવંત રાખે છે. જર્મની, રશિયા, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાનમાં જૈન કુટુંબ પણ વસે છે. ધર્મની પ્રવૃત્તિ કરે છે.
પરમાત્માના અનંત અનંત ઉપકાર છે. એમની દિવ્ય વાણીની ગંગોત્રી ફળી છે. અંગ્રેજીમાં આ આગમ ગ્રંથો અવતરિત થઈ રહ્યા છે ત્યારે આ માધ્યમથી વિદેશમાં વસતાં ધર્મપ્રેમી જૈન ભાઈઓ-બહેનો લાભ લઈ ધન્યતા અનુભવશે. જૈન ધર્મની જ્યોત ઝળહળતી રહેશે. યુવાનો રાષ્ટ્રીય ધન છે. સમાજને માટે કંઈ કરી છૂટવાની ઉમદા ભાવના છે.
જ ૧૮૪ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org