Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
જૈન સોશિયલ ગ્રુપ, જૈન મિત્રમંડળ, અર્હમ યુવા ગ્રુપ, જૈન ડૉક્ટર ફેડરેશન વગેરે જેન સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે. આ ગ્રુપમાં સુશિક્ષિત, બુદ્ધિશાળી સેવાભાવી યુવા વર્ગ છે. તેઓ જૈન ધર્મની કલ્યાણકારી પ્રવૃત્તિમાં રસ દાખવે તો ગ્લોબલ લેવલે પણ વેગ મળશે, વિશ્વકલ્યાણનો મંત્ર ગુંજશે અને વિશ્વના ખૂણેખૂણે ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ પહોંચશે. સારાં પુસ્તકો, સારા ગ્રંથો તેમ જ બાળકોને માટે ઉત્તમ કક્ષાનું ધર્મપ્રેરિત બાળસાહિત્ય મળશે.
સાધર્મિક ભક્તિ :
સાધર્મિકતા ધર્મનો આધાર છે. સમાનધર્મી તે જ સાધર્મિક. તેની કોઈ પણ પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિ રાખ્યા વગર ભક્તિ કરાવી તેનું નામ વાત્સલ્ય. સાધર્મિક ભાઈઓને આર્થિક સહાય આપી નિર્બળ બનાવવાના નથી, પરંતુ પગભર ઊભા રહી શકે તેવી ધંધા-રોજગારની ઉત્તમ તક આપવાનો સંકલ્પ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક પ્રકૂિળતા હોય તો શિક્ષણકાર્યમાં સહાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, સ્કૉલરશિપ, તેજસ્વી વિદ્યાર્થીને માન-સન્માન-એવૉર્ડ વગેરે આપવાનું ધ્યેય હોવું જોઈએ. આ સંકલ્પને દઢ મનોબળથી સ્વીકારી દુઃખમાંથી ડૂબતા સ્વધર્મીને ઉગારી લેવો અને ધર્મમાં સ્થિર કરવો એ જ સાચી સેવા છે, એ જ ધર્મનો સાર છે.
જૈન વિશ્વકોશ :
વિશ્વના ઉત્તમ સાહિત્યમાં જૈન સાહિત્ય એક આગવું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યકારોએ ધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વગેરે પર અનેક મૂલ્યવાન ગ્રંથો રચીને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. આ ઉપરાંત ઇતિહાસ, જ્યોતિષશાસ્ત્રો અને કાવ્યો જેવી સાહિત્યિક કૃતિઓથી જૈન ધર્મના ગ્રંથભંડારો સમૃદ્ધ બન્યા છે. જૈન ઇતિહાસ, મહાન વિભૂતિઓ, દાનવીરો, જ્ઞાનીજનો, શ્રેષ્ઠીવર્યો વગેરેથી ઉજ્વલ છે. વર્તમાનમાં પણ જુદાજુદા વિષયને લગતાં અનેક ગ્રંથો, પુસ્તકો લખાયાં છે.
કોઈ વ્યક્તિને આયંબિલ, સામાયિક, સમેતશિખર, શત્રુંજય તીર્થ વિશે જાણવું હોય તો કોઈ એક જ્ઞાનસાધન ઉપલબ્ધ નથી. જ્ઞાનની વિવિધ શાખા, પ્રશાખાને લગતી વિષયોની માહિતી સંક્ષિપ્ત, સચોટ પણ અધિકૃત-પ્રમાણભૂત સ્વરૂપમાં `ખૂબ જ આવશ્યક છે. શબ્દકોષમાં શબ્દ અને તેનો અર્થ આપવામાં આવે છે. જ્યારે વિશ્વકોષમાં જે કોઈ એન્ટ્રી હોય તેની પ્રમાણભૂત અને સંપૂર્ણ માહિતી
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org