Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
0 C જ્ઞાનધારા O
આગમ જૈન ધર્મગ્રંથો :
આત્મા તરફ ગમન કરાવે તેને આગમ કહે છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વન્પસતિમાં જીવન છે, તેનું દર્શન કરાવે છે તેમ જ શરીરવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્રનું દર્શન કરાવે છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરસ્વામીને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના સચોટ જવાબનું વિશાળ આકાશ આવેલું છે, અનેકવિધ ધર્મકથાનું નિરૂપણ છે. બોધદાયક કથાનો અખૂટ ખજાનો છે. ઘણી બાબતોની સમજણ આપી છે. વીતરાગપણાની વાણી વીતરાગતાની પોષક હોય છે. આગમોમાં આત્મકલ્યાણની વિભિન્ન પદ્ધતિ બતાવવામાં આવી છે. આગમનું ચિંતન-મનન સ્વાધ્યાય પરિશીલન અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે છે. વિશ્વના સમગ્ર વિષયોનું દર્શન તેમ જ પ્રત્યેક સમસ્યાનું સમાધાન આ આગમ ગ્રંથોમાં છે. આગમો રત્નોના ભંડારરૂપ વિશાળ શ્રુતસાગર છે તેમ જ અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર સ્તોત્ર છે. જિંન શાસનના સમગ્ર બંધારણનો પાયો છે, જૈનોનો ઉપદેશ ગ્રંથ છે. આગમ ગ્રંથોના આધાર વિના પ્રભુની સાધના કે વિશ્વના સત્યને સમજવું અશક્ય છે. એટલે જ આગમોને જિનપ્રતિમા સરખી ગણીને પ્રભુપ્રતિમા જેટલું જ મૂલ્ય સ્વીકારાયું છે. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર્ય આ ત્રણેયનો સમન્વય મોક્ષનો માર્ગ બને છે.
-
જિનાગમમાં ભગવાન મહાવીરે આચારને પ્રથમ સ્થાન આપ્યું છે. આચાર ધર્મનો મેરૂદંડ છે. સુત્ર-સિદ્ધાંતમાં વિચાર-વાણી-વર્તન અને આચારનો, વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિનો, ભાવના અને કર્તવ્યનો જે સુમેળ છે તે અનુપમ છે. આગમ સેવા એ જ્ઞાનની ઉપાસના છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આગમ ભક્તિથી તીર્થંકરો પ્રતિ શ્રદ્ધા, અહોભાવ, પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે દર્શન મોહનીય કર્મનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ ભાવે સાધના, આરાધના કરવાથી સમ્યક્દર્શનની. સ્પર્શના થાય છે અને અનેક પ્રકારનાં અંતરાય કર્મ તૂટી જાય છે. જે પોતાના અસ્તિત્વને સમજે છે તે જ આગમના મહત્ત્વને સમજે છે. આગમ શાશ્વત સુખનો મુલાધાર છે. ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે લાવવાની સીડી છે. પરમપદ પ્રાપ્ત કરવા માટે પથદર્શક બોર્ડ છે.
આ ત્રસ્ત અને વ્યસ્ત સમયમાં જિનાગમનાં વચનો તનાવ, આકુળતા,
Jain Education International
૧૭૯
For Personal & Private Use Only
www.jainelibrary.org