Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા 0200
આજથી આશરે ૨૭ વર્ષ પહેલાં, વિક્રમ સંવત ૨૦૧૪ની સાલમાં તપાગચ્છ સંઘના સૌથી વરિષ્ઠ આચાર્ય શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરિજી પાસે ભાદરવા સુદ પાંચમે સંવત્સરી માટે સંઘે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો હતો અને પૂજશ્રીએ આ પ્રસ્તાવ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યો હતો અને પૂજ્ય ભગવંતે પોતાના શિષ્યોને કહ્યું પણ હતું કે, “સકળ જૈન સંઘની એકતા થતી હોય તો તપાગચ્છ સંઘે ભાદરવા સુદ પાંચમે સંવત્સરીએ આરાધના કરવી.'
' પરંતુ આચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરિજીના પ્રશિષ્ય મુનિશ્રી હેમભૂષણ વિજયજીએ ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કરવાની અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “ગઈકાલે ઘણા શાસ્ત્રપાઠો જોયા પછી પૂજ્ય ગચ્છાધિપતિશ્રી એ નિર્ણય પર આવ્યા છે કે શ્રી કાલિકાચાર્ય ભગવંતે પાંચમની ચોથ પ્રવર્તાવ્યા બાદ આજે લગભગ હજાર વર્ષ બાદ હવે પાંચમની સંવત્સરીની વિચારણા કરવી પણ યોગ્ય
નથી.
આ તિથિવિવાદ વિશે ૧૨ વર્ષ પહેલાં પર્વ તિથિના સત્યની શોધ શીર્ષકથી એક દસ્તાવેજી પુસ્તક પણ પ્રકાશિત થયું છે.
(૨) વાચક મિત્રો ! અમારું માનવું છે કે ઉપર દર્શાવેલ તિથિ, ચોથ, પાંચમ, ગચ્છ, સંપ્રદાય, અધિક માસ વગેરે વિગતથી તમે જરૂર કર્યુસ થયા હશો. યાદ રાખવું અટપટું છે જ. - અમે પણ ક્યુસ છીએ જ. એથી વિશેષ તો આ વરસની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરતી વખતે જ્યારે અમે વિદ્વાન વક્તાઓનો સંપર્ક કર્યો ત્યારે ૧૬થી ૨૦ વખત અમારે આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો, ‘તમારા પર્યુષણ ક્યારે ? અધિક માસમાં કે બીજા ભાદરવામાં સંવત્સરી ચોથ કે પાંચમો?' આવા શબ્દોથી અમે અંદરથી હચમચી ગયા અને પર્યુષણના આઠે દિવસ (૧૨ સપ્ટે.થી ૧૯ સપ્ટે.) પ્રત્યેક વ્યાખ્યાનના પ્રારંભમાં આ પ્રશ્ન જૈન સંઘ પાસે પ્રસ્તુત કરી અને ધર્મ એક, સંવત્સરી એક એ સૂત્ર વહેતું કર્યું.
આ સંદર્ભમાં આ વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાતા, જૈન ધર્મના અનેક ગ્રંથોના અભ્યાસી અને આગમજ્ઞાતા ડો. સાગરમલજી (૩૫, ઓશવાલ શેરી,
૧૦૬ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org