Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TO C જ્ઞાનધારા OTO-0 ક્રિયાઓ સાથે કોઈ મેળ જણાતો નથી. કડકમાં કડક સાધ્વાચાર પાળવા છતાં તીવ્ર કષાયાદિક ભાવોને કારણે સાધક દુર્ગતિ પામે છે, જ્યારે કેટલાક સાધક આત્માઓ સહજ ભાવે પરિણીતનું અવલંબન કરી ઊર્ધ્વગતિ પામે છે. આમ છતાં જૈન દર્શનમાં આચારો પર ભારોભાર વજન આપવામાં આવ્યું છે.
સાધક અને બાધક કારણની વિશેષતા :- ' '
વસ્તુત: દર્શનદષ્ટિએ બે જાતનાં કારણો જોવા મળે છે. એક સાધક કારણ અને બીજું બાધક કારણ. સાધક કારણ જેમ સાધનામાં ઉપયોગી છે તેથી પણ વધારે સહયોગી બાધક કારણનો અભાવ છે. બાધક કારણો જ્યાં સુધી પ્રબળ અસ્તિત્વ સાથે ઉપસ્થિત હોય ત્યાં સુધી સાધક કારણને અવકાશ મળતો નથી. જેમ કે, ગાડી ગમે તેટલી સારી હોય છતાં પણ માર્ગમાં પડેલા મોટા પથ્થરાઓ તેને આગળ વધવા દેતા નથી. માટે બાધક કારણોનો પરિહાર નિતાંત જરૂરી છે. આમ આ બાધક કારણોને હટાવવા માટે કઠોર ક્રિયાની આવશ્યકતા છે. ક્રિયા કે તપસ્યા સીધી રીતે મોક્ષની સાધક નથી, પરંતુ પરોક્ષ રીતે બાધક કારણોને હટાવનારી હોવાથી મોક્ષમાર્ગને મોકળો કરે છે. આમ આત્યંતર અને બાહ્ય સાધના બને સાધક માટે ઉપયોગી છે. તે માટે "આચારાંગ’માં સાધુજીવનની આચારસંહિતા દર્શાવી છે. જૈન સાધુઓની જીવનચર્યાનો પ્રભાવ જનસામાન્ય પર પડે છે અને તે અહિંસા ધર્મથી પ્રભાવિત થાય છે, તે જ જિન દર્શનની વિશિષ્ટતા છે. માટે જ જૈન સાધુને વિશ્વની આઠમી અજાયબી ગણવામાં આવે છે.
યુગ૫રિવર્તન :
સમય બળવાન છે. માનવ સભ્યતાના પ્રાદુર્ભાવથી એટલે કે રાજા ઋષભદેવના જમાનાથી સમયની માગ યુગેયુગે થતી રહી છે. સહસ્ત્રાદી, શતાબ્દી, દશાબ્દી કે તેનાથી ટૂંકા ગાળામાં પરિવર્તનો થતાં જ રહ્યાં છે. આખીય માનવજાતિનો ઈતિહાસ સમયની મુખ્યતાથી જ રચાયો છે. પછી એ રાજકીય ક્ષેત્ર હોય કે ધર્મક્ષેત્ર હોય, પણ સમયની માગને પહોંચી વળવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પરિવર્તનો સદા થતાં જ રહ્યાં છે.
પહેલાંના સમયમાં તીર્થકરો, ગણધરો, કેવળી, શ્રુતકેવળી, પૂર્વધર પુરુષોની પરંપરામાં તેઓ ભારતની ક્ષેત્રમર્યાદામાં રહી વિચરતા હતા. એ જ રીતે જૈન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org