Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધારા (
000 ૨૦. વિશેષજ્ઞ - વિશેષજ્ઞ માણસ પોતાની સામે જે વસ્તુ આવે એનાં 'ગુણ અને દોષ તારવી શકે. કોઈ પણ વાતને સાંભળ્યા પછી પ્રજ્ઞાથી વિચારો, આલોચના કરો. દરેક વાતનું શ્રવણ, મનન અને નિદિધ્યસન કરો. એવો માણસ દુનિયાનાં વિશિષ્ટ તત્વને ગમે ત્યાંથી શોધી કાઢશે. '
૨૧. વૃધ્ધાનુગામી:- વૃધ્ધોનાં અનુગામી બનીએ. જેણે માર્ગ જોયો છે. તેની ઉપર ચાલે છે એ બીજાને માર્ગ બતાવી શકે. એમનું અનુકરણ કરો તો એમનું કરેલપણું. અનુભવ મળે અને માણસ ઠોકરમાંથી બચી શકે. વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ. જેની પાસે શાનદૃષ્ટિ હોય, તપનું ધન હોય, ચારિત્રની સમૃધ્ધિ હોય તે વૃધ્ધ કહેવાય અને તેને અનુસરવાનું છે.
૨૨. વિનય :- જેમ બધા ધર્મોનું મૂળ દયા છે તેમ બધાં ગુણોનું મૂળ એ વિનય છે. વિનય હશે તો બીજુ બધું આવશે. વિનય એટલે સીધું પાત્ર, અવિનય એટલે ઊંધું પાત્ર. સીધું પાત્ર હોય તો વસ્તુ એમાં રહી શકે; ઊંધુ પાત્ર હોય તો વસ્તુ ઢોળાઈ જાય. જે વિનયશીલ હોય છે એનામાં કાંઈ પણ રેડો તેને તે ઝીલી લેશે. જે વિનય દાખવે છે તે આગળ વધી શકે છે. એમાંથી જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.
૨૩. કૃતજ્ઞતાઃ- કોઈએ આપણા માટે નાનું પણ કાર્ય કર્યું હોય તો આપણે અનેકગણું કરીને પાછું વાળવું જોઈએ. આપણી ઉપર ગુરુનો, માતા-પિતાનો, આપણને મદદ કરનારનો, સમાજની સહાય મેળવી આગળ આવ્યા હોય તેનો, અને પંચમહાભૂતોનો ઉપકાર રહેલો છે. આ ઋણ ચૂકવવા માટે તો રોજ એમનું સ્મરણ કરવું ઘટે, દિવ્ય આત્માની વિચારણા કરવી ઘટે. આ કૃતજ્ઞતા આપણને ચાર વાત શીખવે છે. કોઈએ આપણી પર ઉપકાર કર્યો હોય તો તે કદી ભૂલવો નહિ. કોઈનાં માટે તમે ઉપકાર કર્યો હોય તો એને કદી યાદ કરવો નહિ. કોઈએ આપણી પર અપકાર કર્યો હોય તો એને માફી આવી. આપણાથી કોઈ પર અપકાર થઈ ગયો હોય તો સામા માણસની માફી માંગવી.
૨૪. પરહિતનિરતઃ- પરોપકાર કરવામાં જ સ્વઉપકાર માનવો. પારકાનાં હિતમાં મગ્ન થવાની તમન્ના જાગવી જોઈએ. એ આસપાસનાં બધાનો વિચાર કરે, તેને સુધારે અને સમાજને આગળ લાવવામાં સહાયક થાય. પરહિતમાં હકારાત્મ અને નકારાત્મકક બેઉ ભાવો રહેલાં છે. સૌનું ભલું કરવું તે હકારાત્મક
જ ૧૨૬ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org