Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCCC જ્ઞાનધારા OTOGO વાચાના સ્વામી હોવાથી “વાગીશછો, વળી સહજ અને અનંત એવા અનેક ગુણપર્યાયના ગુણોની વિભિન્ન અવસ્થાઓના સ્વામી છો. અશરણના પરમશરણ અને નાયક છો, વમી ‘અનિશ” એટલે કે સૂર્ય જેવા તેજસ્વી છો. તમે અલખઅલક્ષ્ય એવી સિદ્ધિગતિને વરેલા છો અને સિદ્ધરૂપે અગોચર દશાને પામ્યા છો, પણ તમારા ઉત્તમ ગુણોથી આકર્ષાયેલા અમે તમારા ચરણને એટલે કે તમારા માર્ગને સેવીએ છીએ. પ્રભુ! અમે તમારાથી એક પળ પણ અળગા નહિ રહીએ. આવા પ્રભુની સેવા કરનારના સૌભાગ્ય અને લક્ષ્મીરૂપ ગુણ વધે છે (અથવા કર્તા સૌભાગ્યસૂરિ શિષ્ય વિજયલક્ષ્મીસૂરિ)ને પ્રભુ ઉપાસના કરવાથી ગુણની વૃદ્ધિ થઈ છે અને જિનની સેવા કરનારજન સાધ્યતાને એટલે કે આત્મત્ત્વને સાધનાર બને છે.
અહીં તો, કેવળ એક દષ્ટાંતરૂપે એક સ્તવનની વાત કરી, પણ ભૂમિકા ભેદે ઉપાધ્યાય યશોવિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી આદિ અનેક કવિઓએ સાધકઆત્માને સાધનામાં જોડાણ થઈ આત્મસતત્ત્વના ધ્યાનમાં ડૂબી, આત્મદર્શનના પંથે વિચરે એ માટેની ભરપૂર સામગ્રી ઉપલબ્ધ કરી આપી છે.
અહીં, સાધકોને માર્ગદર્શન મળી રહે એ માટે કેટલાંક એવાં ઉત્તમ સ્તવનોની યાદી રજૂ કરું છે. સાધકો આ સ્તવનોનું વાચન કરી સાધનામાં આગળ વધે તેમ જ જૈન સંઘમાં આવાં ઉત્તમ સ્તવનોનું ચિંતન-મનન-નિદિધ્યાસનમાં વૃદ્ધિ થશે, તો ભક્તિના માર્ગે ઉત્થાન અનુભવતો આત્મા પરમાત્મા સાથે અભેદનો અનુભવ કરનાર બનશે. આત્માનું વિસ્મરણ નહિ થાય, સતત સ્મરણ રહેશે.
યશોવિજયજી ક્ત ભાવપૂજા વર્ણવતું પાર્શ્વનાથ ભગવાનનું
૨૫ ગાથાનું સ્તવન પ્રારંભ - ચિદાનંતઘન - - પરમ નિરંજનછ (પાર્શ્વનાથ સ્તવન) , આનંદઘનજી કૃત ૧૬, ૧૮, ૨૦મું સ્તવન
૧૬મું સ્તવને આત્માના શાંતરૂપને પ્રાપ્ત કરવાનો ઉપાય દર્શાવે છે. * ૧૮મું સ્તવન આત્માના વિશુદ્ધ રૂપને દર્શાવે છે.
૨૦મું સ્તવન દાર્શનિક વિવાદ છોડી આત્મતત્ત્વ પર સ્થિરતા કરવાનું માનવિજયજી કૃત ૬, ૭, ૮, શું સ્તવન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org