Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાનોને ધર્માભિમુખ દિન દર્શનના અભ્યાસ કરવાની સમ્યફ દિશાઃ
ડૉ. દીક્ષાબહેન આણંદની
જે. એમ. પટેલ રિસર્ચ આંતરશુદ્ધિકરણ પરત્વે | ઇન્સ્ટિટયૂટમાં અનુસ્નાતક નિજી અભિવ્યક્ત |
સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષા
છે. તેઓ જૈન સાહિત્યમાં છે ડૉ. દીક્ષા એચ. સાવલા | જ્ઞાનસત્રમાં શોધ પત્રો રજૂ સૌપ્રથમ જેના વિશે વાત કરવાની છે તેવા છે. યુવાનોને આજના યુગમાં કેવી રીતે ધર્માભિમુખ કરી શકાય ? તો આવા વિષયની પસંદગી તરફ જ્ઞાનસત્રના સંયોજક/સંપાદકશ્રીના ચોક્કસ અંગુલિનિર્દેશ છે, કારણકે યુવાનોને ધર્માભિમુખ કરવા ખૂબ જ જરૂરી છે. કહેવાયું છે કે, યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહીં વાવીએ તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ તેમ જ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું, “મને દસ યુવાનો આપો અને હું દુનિયા બદલી નાખીશ.” આમ યુવાનોમાં શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત રહેલી છે, જેના સથવારે સમાજ-રાષ્ટ્રને આપણે ઊર્ધ્વગામી બનાવી શકીએ અને યુવાનો પાસેથી ઘણું માગીશું તો ઘણું મળશે અને ઓછું માગીશું તો ઓછું મળશે, પરંતુ એટલું ચોક્કસ છે કે, યુવાનો પાસેથી માગશું એટલું તો મળશે જ. તો ચાલો, આજના ફાસ્ટ-ફેશનયુગમાં યુવાનોને ધર્માભિમુખ કેવી રીતે કરી શકાય અને એ માટે આપણે શું કરી શકીએ ? આજનો યુવાન ડગલે ને પગલે હારી જાય, નિરાશ થઈ જાય છે. ડિપ્રેશનનો ભોગ બની જાય છે. તો એ યુવાનોને આપણે એક ચોક્કસ રાહ ચીંધવાની જરૂર છે. યુવાનો તો ભાવિ છે, તો ભાવિને સમૃદ્ધ બનાવવા શું આપણે પ્રયત્નો નહીં કરીએ? ' .
સૌપ્રથમ મારા આજના અભ્યાસલેખમાં મારે યુવાનોને ધર્માભિમુખ કરવાના પ્રયત્નો કરવાના છે, તો એના પાયામાં ધર્મ વિશેની સાચી સમજ ઇત્યાદિ પ્રશ્નો રહેલા છે. એ પ્રશ્નોના પ્રત્યુત્તરથી આજે હું મારા શોધપત્રને રજૂ કરીશ, કારણકે આ વિષય પરત્વે યુવાનોના દષ્ટિકોણ, એમનાં મંતવ્યોને જાણવા પણ જરૂરી બની રહે છે. આ વિશે મેં સૂક્ષ્મ રીતે જાણવા માટે પ્રશ્નાવલિનો સથવારો લીધો છે.
" ૧૬૪ -
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org