Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SSCC ાનધારા GOOGO મારી કોલેજમાં સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાએ પ્રશ્નાવલિ દ્વારા એનાં મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. શરૂઆત કરીએ ધર્મ શબ્દથી. ધર્મ એ તો ગગન સિદ્ધામ-વ્યોમ જેવો વિશાળ છે. જે બધાને સમાવી લે તેનું નામ ધર્મ. બુભક્ષા,“ મુમુક્ષા જગાડે તે ધર્મ. આજના યુગમાં ધર્મ નામે ગ્રુપ બનાવી દીધેલ છે, પરંતુ ધર્મ તો ખરેખર ધૂ-ધારયતિ શબ્દ પરથી ઉતરી આવેલો છે. જે સત્યને ધારણ કરનાર છે તે ધર્મ કહેવાય. ધર્મ માણસને અભય બનાવે. ધર્મ વ્યક્તિને સમવાદ શીખવે. ભ્રમથી બ્રહ્મ, ભોગથી ત્યાગ, રતિથી વિરક્તિ, અધ્યારોપથી અપવાદની યાત્રા એ ધર્મ.
ધર્મ એટલે હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જરથુસ્ત ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ ઈત્યાદિ ધર્મો. પરંતુ એનાથી ઉપર એક ધર્મ છે, જે છે સ્વધર્મ, માનવધર્મ, સ્વરૂપધર્મ. આજના યુગમાં ભૌતિક જીવનમાં તો બહુ અટવાયો, પણ હવે આપણે ખુદમાં કેટલું રમણ કર્યું છે એ પાયાનો પ્રશ્ન છે. ધર્મ એટલે માત્ર જાપ-તપ-તિલક આદિ સુધી એનો અર્થ સીમિત ન રહેતા એથીય ઉપર ધર્મ તો સૂક્ષ્મ બાજુને વિકસાવવાનું કાર્ય કરે છે. આજના યુગમાં એની તાતી જરૂરિયાત છે. યથા મતિ-ગતિ હું ધર્મની વાત કરીશ. આપણે તો સંસારમાં ધર્મ એટલે સ્થૂળ અર્થને પકડીને આ જીવનરૂપી મહાસાગર પાર કરવા નીકળ્યા છીએ, પરંતુ હલેસારૂપી વહાણમાં સૂક્ષ્મ દષ્ટિથી ધર્મના સથવારે ચાલીશું તો ચોક્કસ આપણા યથાસ્થાને પહોંચી શકીશું. મૂર્તિપૂજા-તપ-જપ ઈત્યાદિ ધર્મના જ્ઞાનને સમજવા માટે જરૂરી જ છે. એમાં બેમત નથી, પરંતુ થાય છે એવું કે આપણે એને જ ધર્મ માનીને “કંઈક' વીસરી રહ્યા છીએ. તો વીસરેલા તત્ત્વને સાથે રાખી ચાલશે તો ચોક્કસ આપણને સફળતારૂપી મોતી મળશે જ. પણ જરૂર છે થોડું અલગ રીતે વિચારવાની, સમજવાની અને આપણે તો "સપ્તભંગીનયના’ ચીલે ચાલનારા છીએ તો આ ધર્મ ક્ષેત્રે કેમ પાછા પડીએ. તો ચાલો કેળવો સૂક્ષ્મદષ્ટિને. જીવનમાં ઘણા શબ્દો એવા છે, જેના પર લખવું હોય એટલું લખી શકાય. આમાંનો એક શબ્દ તે ધર્મ છે. ધર્મની વાત કરીએ તો આપણે જે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ એના ચોક્કસ ઉદ્દેશો રહેલા હોય છે. એ અર્થનો આત્મસ્વીકાર તો કરવો જ રહ્યો. તો જ આપણે સૂક્ષ્મ
- ૧૬૫ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org