Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOCC જ્ઞાનધારા 026 સંત-સમાગમ, સંગાથથી આ જીવનનૈયાને પાર પાડી શકાય.
જેમ શ્રી ભગવત ગીતામાં કહ્યું છે, ને
વેલા યા હિ થઈશ્ય .... યુનાગદમ્ | ... જ્યારે જ્યારે અધર્મ ફેલાય છે, ત્યારે પ્રભુ જુદાંજુદાં રૂપ ધારણ કરી સંત-સજજનોનું દુઃખ દૂર કરવા સંભાવમ યુને યુગો આવે છે. તો આપણે આજના અધર્મને જોઈને કોઈ અવતારની રાહ નથી જોવાની. આપણે જ માનવઅવતારરૂપે અવતર્યા છીએ. તો શું આપણે અધર્મનાં તત્ત્વોને નાબૂદ ન કરી શકીએ? આવું જો થાય તો ચોક્કસ અવતારવાદને પણ આપણે વિરામ આપી શકીએ અને આપણામાં રહેલા નિજત્વને ઢંઢોળી ઉજાગર કરી શકીએ.
ધર્મ વ્યક્તિને અભય બનાવે છે. વ્યક્તિ પૂજા-પાઠ કરીને આવે છે, છતાં તે ઘરમાં એકલો રહેતા ડરતો હોય છે. તો ધર્મથી અભયતા કેળવવાની જરૂર છે. જો ધર્મ હોય તો ભય રહેવાનો કોઈ અવકાશ જ નથી.
જીવનની એક શોધ હોવી જરૂરી છે. શાંતિની, શક્તિ, ભક્તિ, મુક્તિની, પરંતુ એનો શોધક હોવો જરૂરી છે. મરજીવો પ્રયત્ન કરે તો મોતી મેળવે છે, પણ જે ડરીને કિનારે બેસી રહે છે એના હાથમાં કશુંય આવતું નથી, તો આપણે પણ કંઈક શોધન-ચિંતન-મનન-મંથન કરવું પડશે જેથી યોગ્ય રાહ કંડારી શકીએ, પરમવ્યોમ તરફ ગતિ કરી શકીએ.
ॐ पूर्णमदः पूर्णामदं पूर्णात् पूर्णमुदच्यते ।
__ पूर्णस्य पूर्णभादाय पूणमेवावशिष्यते ॥ અર્થાત્ “બ્રહ્મ પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ જ બાકી રહે છે.
આ તો ધર્મનું અનોખું ગણિત છે. ધર્મમાં ક્યારે પણ અપૂર્ણતા નથી. એક સીધું ઉદા. લઈએ. 1-1= 0 પણ અહીં તો કંઈ જુદું જ ગણિત 1-1= 01 આવું સુંદર ગણિત આપીને ગયા છે. તેમ છતાં આપણે વરસોમાં જીવનના હિસાબોમાં ભૂલ કરીએ છીએ. માટે જીવનમાં પ્રેમ, કરુણા, ક્ષમા, સમર્પણ કરીશું તો ખાલીપો નહિ, પરંતુ પૂર્ણતાને પામીશું. આવી ઉદાત્ત ભાવના આપણામાં હોવી જરૂરી છે. એ પણ ધર્મ છે અને એ ધર્મને જ જીવનની પરિકૃતિરૂપે સ્વીકારવું જોઈએ.
જી ૧૭૦ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org