Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનધારા
માટે દશાનન કહેવાયો, એ અર્થને પણ આપણે પામવો જોઈએ. એકમાત્ર સ્થૂળ અર્થમાં નથી જોવાનો, પણ એનાં સૂક્ષ્મ પાસાંને પણ આપણે જોવાની દૃષ્ટિ કેળવવી પડશે.
સોમથી રવિ સુધી આજે આપણે મંદિરોને વિભાજિત કરી દર્શન કરવા લાઈનમાં ઊભા રહેવા વ્યસ્ત થઈ ગયા છીએ. આવા મૂર્તિપૂજક તો બનીએ છીએ, પણ મૂર્તિમાં રહેલા એ ભાવને પણ આપણે આપણા જીવનમાં ઉતારીએ એ વધુ મહત્ત્વનું છે. તો આપણું ભાવિ ઉજ્વળ બની શકશે. આમ યુવાનોએ સૂક્ષ્મ રીતે ધર્માભિમુખ થઈ અન્યોને પણ મૂલ્ય સમજાવવું રહ્યું. ઘરમાં-સમાજમાં ધર્મપ્રેરક બળ પૂરું પાડવું જોઈએ. જેમ કે, પર્યુષણાદિમાં ઉલ્લાસભેર ભાગ લેવો, કલ્પસૂત્રો ઇત્યાદિનું રહસ્ય જાણવું, વ્રત-જાપનાં કારણો સમજાવવા, કંદમૂળોનો ત્યાગ એ અભક્ષ્ય છે માટે, પરંતુ કંદમૂળોનો વૈજ્ઞાનિક રીતે ત્યાગ એનાથી પણ લોકોને જ્ઞાનસભર કરવા જોઈએ. તીર્થંકરોનાં જીવનવૃત્તાંત વિશે પણ સાંભળી અને અન્યને એમના દષ્ટાન્ત દ્વારા જીવનપાથેય કરાવવું જોઈએ. કર્મ વિશેનાં ઉદાહરણ પૂરાં પાડી એના વિશે માહિતીસભર બનાવવા જોઈએ. આવા સિદ્ધાંતો ફક્ત ગ્રંથસ્થ ન બની રહે, પરંતુ હૃદયસ્થ બને એ જરૂરી છે. આમ તત્ત્વનું શોધન કરવું, એનું અભિનિવેશ કરવું એનાથી આપણું ભાવિ ઉજ્વળ બની રહે.
ન
ધર્મ તો ધારા છે, જે હંમેશાં વહેતી હોવી જોઈએ. ખાબોચિયામાં રહેલું પાણી દૂષિત થાય, કીટાણુ થાય, પણ જો નદીની જેમ પ્રવાહિત રહે તો, નિર્મળસ્વચ્છ બની રહે તો આપણું જીવન પણ નદીની જેમ નિર્મળ બનાવવું જોઈએ એવમ્ સ્વચ્છ બનાવવું જોઈએ. બાહ્ય શુદ્ધ તો રહીએ જ છીએ, પણ આંતરિક શુદ્ધ એ પણ સ્વ-ધર્મ છે. આપણા જીવનમાં ધર્મ અમુક કાળે જડતાભર્યો બની જાય છે એટલે કે એકબીજાની દેખાદેખી કરીને વ્રત, જપ, તપ ઇત્યાદિ કરી લઈએ છીએ એ જડતા છે, પરંતુ મન નિર્માલ્ય કરી આપણે ઉપવાસ કરી મનને શાંત રાખવું અને પ્રભુમય બનાવવું એ ખરો ઉપવાસ છે. એ જ આત્મધર્મ છે. ધીમેધીમે આપણું મન બાહ્ય જગતમાંથી દૂર થઈ આંતરિક જગતમાં પ્રવેશે એ એનું પ્રયોજન હોય છે તો એ ભાવ કેળવવો ખૂબ જરૂરી છે જે પાયાની સમજ રીતે કરી શકાય.
જ
Jain Education International
૧૬૮
For Personal & Private Use Only
www.jainelibrary.org