Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TO
જ્ઞાનધારા ૭૦ કરવાનું હતું, પરંતુ સોલોમન તો બુદ્ધિશાળી હતા. એમણે તો મહેલનાં બારીદરવાજા ખુલ્લાં કરવાનો આદેશ આપ્યો. એટલામાં દરવાજામાંથી મધમાખી ઉડતી ત્યાં આવીને સાચા ફૂલ પર બેઠી અને સાચા ફૂલનું મૂલ્યાંકન થઈ ગયું. જો આપણામાં આવી સાચી પરખ ધર્મ પ્રત્યેની આવી જશે તો આપણે પણ જીવનમાં અસત્યનો ટેકો નહીં લઈએ એ જ ખરેખરું ધર્મ છે અન્યથા નહીં.
યુવાનો માટે ખાસ આ નવ સૂત્રોથી જોડાયેલી ભક્તિ જરૂરી છે. ૧. સારો સંગ રાખવો. ૨. કથા પ્રસંગમાં રુચિ કેળવવી. ૩. સંતસંગ કરવો. ૪. પ્રભુના ગુણગાન કરવા જોઈએ. ૫. ભજન કરવું - ભાવના-સ્તુતિ કરવી. ૬. ઈન્દ્રિય પર સંયમ કેળવો. સમય પણ ક્યારે વ્યક્તિની
પરીક્ષા લે. દા.ત. પાંડુરાજા. ' ૭. જગતને સમાનભાવે જોવાની દષ્ટિ કેળવો. વસુધૈવ કુટુમ્બવમૂા ૮. લોભનો પરિત્યાગ કરી સંતોષ કેળવવો જરૂરી છે. ૯. જીવનમાં સરળ રહેવું. છળ-દંભ પરિત્યાગ કરવો. ફૂલની જેમ સૌરભ પાથરતા રહેવું જોઈએ. બધાને મદદ કરવી જોઈએ. આમ જીવનમાં માત્ર અનુશાસન નહીં, પરંતુ અનુશીલન પણ જરૂરી છે.
ભોગ કરતાં યોગ મહત્ત્વનો છે. રતિમાંથી વિરક્તિ પામવી જરૂરી છે. ધર્મમાં ઉત્સવોને માણીએ છીએ, પણ ધર્મ તો ખરેખર ધ્યાનનો મહિમા ગાય છે. આપણે દર વર્ષે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, પણ રાગદ્વેષ તો પાણીની સપાટીએ જ તરતા દેખાય છે. તાજિયા ઠંડા તો થાય છે, પણ ઝનૂન ઠંડું થતું નથી. ખરેખર મહાવીર જયંતી ઊજવીએ છીએ, પણ કોઈને ક્ષમા આપી શકતા નથી. ધર્મના મર્મને પામવાની જરૂર છે. જેમ યુદ્ધમાં વીર, સપૂતો, માનતલવારમાંથી મ્યાનમાં રહેનાર તલવારનો ઉપયોગ કરે છે, મ્યાનનો નહિ. તો પછી આપણે શરીરમાં રહેનાર આત્મા પ્રત્યે કેમ લક્ષ્ય સેવતા નથી ?
આજના યુગમાં ઠેરઠેર ધર્મની ગ્લાનિ જોવા મળે છે. ઓફિસમાં રુશવત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org