Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
NOC જ્ઞાનધાર
તત્કાળ યુગમાં ચારેબાજુ ધર્મગુરુ વિરુદ્ધ દેખાય થાય, પણ ત્યાં આપણી તટસ્થ બુદ્ધિથી સૂક્ષ્મ અવલોકન કરી જડતાભર્યા વ્યવહારોને બદલે સુજુતાભર્યા વ્યવહારો અપનાવવા જોઈએ અને દરેક ધર્મને આદર આપવો, કારણકે દરેક ધર્મમાં એક પુભ-એક ઈશ્વર-એક પયગમ્બર-એક ઈસુ થયા છે. આપણને જે ધર્મ પ્રત્યે અભિરૂચી હોય-આસ્થા હોય પણ એ પ્રભુના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરો. એમનાં જીવનચરિત્રોને, મૂલ્યોને હૃદયસ્થ કરો. જો પ્રભુને આપણા હદયમાં બિરાજમાન કર્યા હોય તો ત્યાં શરીરને પણ સ્વચ્છ રાખવું, જેમકે દેહમાં રહેલા મનના શત્રુ જેવા કે રાગ, દ્વેષ, મોહ, માયા, અસૂયા વગેરેનો પણ ત્યાગ કરવો જરૂરી છે. તો જ આપણે હૃદયકમળમાં પ્રભુને બિરાજમાન કરી શકીશું. આખરે તો આપણી જીવનયાત્રામાં મંજિલ તો એક જ છે વીર માઁ » પાની સવ મૈત્રા .
ધર્મનો ક્યારેય પ્રચાર-પ્રસાર હોય ખરો ? એ તો અનુભૂતિનો વિષય છે. તો પછી પ્રચાર-પ્રસારની શી જરૂર ? શું આપણે વોટબેન્ક બનાવવી છે કે પ્રચાર-પ્રસારની જરૂર પડે ? આ માર્ગ તો સૌકોઈ માટે ખુલ્લો છે. ફક્ત જરૂરી છે એના કોમળતમ્ ભાવોને હૃદયાવકાશમાં પ્રગટાવવાની જેથી આપણે માતરી મવા બની શકીએ અને અન્યને પણ અવગત કરાવી શકીએ.
આજના યુગમાં દિવસે ને દિવસે શસ્ત્રોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે યુવાન મિત્રોને અપીલ છે કે કંઈ ઘર્મ ક્યારેય શસ્ત્ર નથી શીખવતો તો પછી આપણે ધર્મ માટે શસ્ત્રનો ઉપયોગ શા માટે કરીએ? આપણે તો શાસ્ત્રોના સથવારે સબુદ્ધિ ઈત્યાદિ ભાવોને કંડારવાની જરૂર છે. શાસ્ત્રોના વચનનું પાલન કરી ધનંદ પ્રાપ્ત કરવાનો છે. એ ધર્માનંદ કોને પ્રાપ્ત થાય જેમણે આચરણમાં - આચાર હોય, જેણે કર્મના રસને ઘોળ્યો હશે તેને ધર્માનંદ મળશે, અન્યથા નહિ. તો પછી આપણે નકકી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે?
ધર્મનાં સરળ સૂત્રો તો શુભ આચાર, શુભ વિચાર, શુભ ઉચ્ચાર, શુભ વ્યવહાર છે. આ ચતુઃસૂત્રીના સથવારે ધર્મને પામી શકાય. માટે વ્યક્તિ સમાજમાં રહીને ઘણુંબધું શીખતો હોય છે. સંગાથ-સહવાસ પણ જરૂરી છે. સારો સંગાથએક ગહન અસર જન્માવી જાય છે. માટે યોગ્ય સાથ હોવો જરૂરી છે. ક્યારેક
• ૧૬૯ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org