Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SI૭૯ જ્ઞાનધાર 0260 હોય છે જેથી બાળકમાં ધર્મરૂપી કક્કાના મૂળ આપણે રોપી શકીએ અને એ શબ્દોના અર્થથી અવગત કરાવી શકીએ.
પ્રવર્તમાન યુગમાં મૂર્તિઓની આપણે પૂજા તો કરીએ છીએ, પણ મૂર્તિમાં રહેલા ભાવને પામવાની કોશિશ કરીએ છીએ ખરા ? એ પ્રશ્ન પાયાનો છે. દા.ત. મહાવીરની પૂજા તો આપણે કરીએ, પણ એમનામાં રહેલા અહિંસાસમાનો પણ આપણામાં આવિર્ભાવ કરવાનો છે. એ સત્યને કેમ વીસરી શકાય. જેમકે,
• વિવેકપૂર્ણ જીવન જીવવું હોય તો ગણેશની પૂજા. • પ્રકાશમાં જીવવું હોય તો સૂર્યપૂજા. • વિશાળ દષ્ટિ કેળવવી એ વિષ્ણુપૂજા. • શ્રદ્ધાપૂર્વક જીવવું એ દુર્ગાપૂજા. • સંયમ રાખવો એ હનુમાનપૂજા. • સંતોષ રાખવો એ સંતોષીમાની પૂજા. • જીવનમાં ક્ષમા લાવો એ મહાવીર-ઇસુની પૂજા. • શ્રદ્ધા-સબૂરી એ સાંઈબાબાની પૂજા. • સત્યની પૂજા એ સર્વેની પૂજા • નારીનું પૂજન આદ્યદેવીની પૂજા.
આવા તો અનેકાનેક ગુણોનો આપણામાં આવિર્ભાવ કરવાની જરૂર છે. નામ અને મૂર્તિ તો માત્ર નિમિત્ત છે, પણ આપણે એના ગુણ સુધી પહોંચવાની દરકાર કરતાં નથી. આજે આપણે મહાવીર જયંતી તો ધામધૂમથી ઊજવીએ છીએ, પરંતુ એમના વિચાર અને આચરણ તરફ પણ આપણાં ડગ માંડવાં જોઈએ. આપણે પ્રભુને માનીએ છીએ, પણ પ્રભુના કેટલા થયા છીએ? એ પ્રાણપ્રશ્ન છે અને હા, દા.ત. રાવણ એ દશમુખી (દશાનન) હતો. એ પરત્વેની સાચી માહિતી આપણે જાણતા નથી, પરંતુ રાવણ-દહનમાં આપણે ઉત્સાહભેર ભાગ લઈએ છીએ, પરંતુ રાવણ પરમ શિવભક્ત હતો અને દશાનનનો મતલબ દશમુખ તો ખરો, પણ દશમુખ જેટલી પ્રતિભા ધરાવનાર એટલે કે ૪ વેદ વેદાંગ (કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત, શિક્ષા)નો સર્વાંગીણ અભ્યાસુ હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org