Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધાર : દ્રવ્ય, કાળચક્ર, કર્મસિદ્ધાંતમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. અન્ય ધર્મોમાં પણ ભેદ અને વિભાજન હોય છે, પરંતુ તેઓ ધર્મના નામમાત્રથી હંમેશ એક હોય છે. દા. ત. ઈસ્લામ ધર્મ અને શીખ ધર્મ. તેઓ વેબસાઈટ દ્વારા પોતાના દરેક ફિરકાઓને જોડી રાખે છે તેમ જ “એક ધર્મના નામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.
હાલના સમયમાં જૈન યાત્રાનાં સ્થળોમાં જે વિખવાદ છે અને સમાજને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તે ખરેખર ખેદનીય છે.
ભારતીય સ્તરે તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વ ફિરકાની માધ્યસ્થ સમિતિ હોવી જરૂરી છે. આવી યોજનાની સફળતામાં આગાખાનના ઈસ્માઈલી સમાજમાં, પૂ. પ્રમુખસ્વામીના સ્વામીનારાયણ સમાજમાં, તેરાપંથી જૈન સમાજમાં - જ્યાં એક જ પ્રમુખના આધારે સમાજ પ્રગતિ કરે છે તે નોંધપાત્ર છે.
૪. ચતુર્વિધ સંઘને જોડતી કડી :
આપણે ભરતક્ષેત્રના રહેવાસી છીએ. વર્તમાન યુગના આપણા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી છે. હાલ શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. આ એક જ કડીને જોડતી કડી જાહેર કરી અન્ય વિચારણા કરી શકાય.
૫. જૈન શિક્ષણની આદર્શ પદ્ધતિ :
વર્તમાનકાળમાં વિવિધ ફિરકાઓ બાળકો માટે જૈને શિક્ષણની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો પુરુષાર્થ પ્રશંસાને પાત્ર છે. કોઈ પણ એક પદ્ધતિને આદર્શ ગણાવવી અયોગ્ય થશે. આધુનિક સાધનોનો ઉપયોગ કરવો આવશ્યક છે : શ્રેણીવાર પુસ્તકો, સુંદર ચિત્રો, ઉત્તમ છપામણી, વિવિધ ભાષાઓનો ઉપયોગ, કમ્યુટરનો યોગ્ય ઉપયોગ, પાવર પોઈન્ટ વગેરે, ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ-યુટયૂબ વગેરે. •
ઉપર મુદ્દા નંબર ૩માં સૂચવ્યા મુજબ માધ્યસ્થ સમિતિ હોય તો એક જ ધોરણનાં શિક્ષણ સાધનો વિશ્વભરમાં વાપરી શકાય, ભલે તે ફિરકાઓ પ્રમાણે વિભાજિત હોય.
આદર્શ પદ્ધતિ માટે એક કાર્યવાહક સમિતિની નિમણૂક કરવી જોઈએ અને વિચારવિમર્શ કરી યોગ્ય સાધનો ઉચ્ચ કક્ષાના બનાવડાવવા જોઈએ. જેટલું બની
• ૧૩૧ ૧છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org