Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SSC_9010000 - સ્તવનરૂપ ભાવપૂજા દ્વારા ડૉ. અભયભાઈ મુંબઈ
યુનિવર્સિટીના ગુજરાતી આત્મદર્શન
વિભાગના ઍસોસિયેટ ડૉ. અભય દોશી, પ્રોફેસર છે. તેમની જૈન દર્શનમાં આત્મશુદ્ધિ માટે અનેક થિસિસનો “ચોવીશી પ્રકારની ક્રિયાઓ દર્શાવી છે. આ ક્રિયાઓ દ્વારા
| સ્વરૂપ અને સાહિત્ય” અનાદિકાળના દેહાધ્યાસનું વિગલન કરી |
| ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ
પ્રગટ થયો છે. (ઓગાળી) પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ પ્રતિ આત્માને સન્મુખ કરવાનું જ લક્ષ્ય રહ્યું હોય છે. વ્રત-તપશ્ચર્યા, પ્રતિકમણ, પૂજાસામાયિક આદિ સર્વ ક્રિયાઓ આત્મતત્ત્વની ઓળખાણ કરવા (જ્ઞાન), તેની પ્રતીતિ કરવા (દર્શન-શ્રદ્ધા) અને તેની શુદ્ધિ કરવા (ચારિત્ર) માટે પ્રયોજાઈ છે.
પરંતુ, અનાદિકાળની બાહ્ય તરફની પરિણતિ છવમાં પ્રબળરૂપે પ્રવર્તતી હોય છે, આથી ઉપકારી પુરુષોએ બતાવેલાં સમ્યગ અનુષ્ઠાનોને આ જીવ ગતાનુગતિકતામાં ફેરવી દે છે, તેથી જીવ લક્ષ્યને ચૂકી જાય છે, પરંતુ જીવ આ લક્ષ્મ વીસરી ન જાય, તે ગતાનુગતિકતામાં સરીને અનુષ્ઠાનને અનુષ્ઠાનમાં ફેરવી ન દે એ માટે મહાપુરુષોએ કૃપા કરી આ અનુષ્ઠાનો સાથે બોલવા માટે ગુજરાતી આદિ લોકભાષામાં સરળ-સુગમ બાનીમાં દુહા આદિની રચના કરી છે, જે દ્વારા આત્માની જાગૃતિ જળવાઈ રહે, પોતાના ઉચ્ચતર લક્ષ્યની સંપ્રાપ્તિ કરી શકે.
આ સાધક ચોરાસી લાખ જીવયોનિમાં ભટકતો હતો. એ પરમકૃપાળુ પરમાત્માના ઉપકારને લીધે જ આ માનવભવ સુધી આવ્યો છે. તેમના ઉપકારથી જ જીવને આ વીતરાગમાર્ગ પ્રાપ્ત થયો છે, આ વાતનો આભાર માનવા અને પરમાત્મગુણોનું આલંબન લઈ પોતાના આત્માનો વિકાસ કરવા સાધક જિનમંદિરે પરમાત્માનાં દર્શન-પૂજા કરવા જાય છે.
આવા સાધકને પરમાત્મપૂજા નિમિત્તે અંતરમાં રહેલા આત્મા સાથેનું અનુસંધાન જાગૃત થાય એ માટે દુહાઓની રચનામાં પ્રભુગુણગાન સાથે જ આત્મગુણોનું આલેખન દર્શાવવામાં આવ્યું છે. સર્વપ્રથમ અષ્ટપ્રકારી પૂજામાંની જળપૂજા જોઈએ :
જ ૧૫૮ ૧૭
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org