Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધાર OિO૦
હાલ શહેરોમાં રસ્તા ઉપરાંત ઉપાશ્રયની પાસે કોઈ જ જગ્યા નથી હોતી; વનવિસ્તાર તો નજીકમાં મળવો અશક્ય છે. સાંભળવા મુજબ હાલની પરાવવાની પદ્ધતિથી જૈન ધર્મના નામને બટ્ટો લાગે છે.
અમુક ઉપાશ્રયના મકાનની પાછલી બાજુ “વાડો કરવામાં આવે છે અને તે જગ્યા પરઠવવા માટે વપરાય છે. આમાં આસપાસનાં મકાનોમાં દુર્ગંધ ફેલાવાથી જુગુપ્સા પેદા થાય છે. આ દુર્ગધના ઉપદ્રવથી બચવા અમુક સ્થળોમાં અગાસીનો ઉપયોગ કરવામાં આવે છે એમ સાંભળેલ છે. બાદ ભંગી આવીને વિટા ઉપાડી જાજરૂમાં નાખે છે. આમ કરવાથી કરવું, કરાવવું અને અનુમોદવું સિદ્ધાંત પ્રમાણે કરવાનો દોષ તો લાગે જ છે, તો પછી સીધું જ જાજરૂ વાપરવામાં શો વાંધો ? સૌથી ખરાબ પદ્ધતિમાં પરઠવવા માટે વાસણનો ઉપયોગ કરવામાં આવે છે અને બહાર ડામરના રસ્તા પર એને ફેંકવામાં આવે છે, જેને કારણે આસપાસનાં રહેણાકો તેમ જ બજારની દુકાનો અને રાહદારીઓ બધાને જુસ્સા થાય છે અને જૈન ધર્મના નામને હાનિ પહોંચે છે.
હાલના તબક્કે આધુનિક જાજરૂ વાપરવામાં કદાચ સૌથી ઓછી હિંસા થાય તેવી વકી છે, જે બાબત ચર્ચાવિચારણા જરૂરી છે.
૧૫. શિથિલાચાર :
ધર્મમાં શિથિલાચારનું મુખ્ય કારણ સમાજમાં થતો સ્વીકાર છે. ઇસ્લામ ધર્મ, શીખ ધર્મ અને યહૂદી ધર્મમાં ચુસ્તતાને જાળવી રાખવામાં આવે છે. જૈન સમાજમાં આગામી પેઢીને કોઈ પણ બાબતમાં દબાણ કરવામાં આવતું નથી. બાળકો નમસ્કાર મંત્રનું સ્મરણ પણ ન કરતાં હોય અને તે બાબત પણ માબાપ આંખ આડા કાન કરતાં હોય છે.
શ્રાવક સંઘને સાધુસંઘના અમ્પા–પિયા માનવામાં આવે છે અને આ “માબાપ” પણ શિથિલાચારને નિભાવી લ્ય છે. આજનો સમાજ કદાચ ભય અને લાલચથી ચાલે છે અને એકાંતિક ક્રિયાકાંડના ઉપયોગ અને લબ્ધિ ફોરવવાની વાતો સાંભળવામાં આવે છે.
પ્રશ્ન ઘણો જ જટિલ છે અને સમાજના વડીલોને ઘણી જ હિંમતથી આ બાબતનો નિકાલ કરવાની જરૂર જણાય છે. જે
૧૩૭ ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org