Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
તિથિ એ વ્યવહારકાળ છે અને નિશ્ચયકાળમાં કોઈ જ ભેદ નથી. તિથિની વ્યવસ્થા પણ સમાજનિર્મિત છે અને સમાજ એમાં યોગ્ય ફેરફાર કરી શકે.
પરિવારોના દાખલા છે. જેઓ પર્યુષણના પ્રારંભ પહેલાં જ આઠ દિવસ ‘‘પર્યુષણ’” ઊજવે છે અને તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન વગેરે કરી લે છે તેઓનું માનવું છે કે આમ કરવાથી તપ દ્વારા મળતું માન-પાન સમાપ્ત થઈ જાય છે અને માન કષાય ઘટે છે.
૧૧. વિહારની પદ્ધતિ :
વિહારની પદ્ધતિ જૂના જમાનાના રસ્તાઓ, વાહનવ્યવહાર વગેરે પર આધારિત હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિહાર મુખ્ય વાહનવ્યવહારના મોટા રસ્તાઓ પર થાય છે અને અકસ્માત વધતા જાય છે. ઉઘાડા પગે માટીની કેડી પર ચાલવું અને ડામરના પાકા રસ્તા પર ચલાવું – બન્નેમાં ઘણો તફાવત છે. સમય જતાં સાધ્વી-ભગવંતોને એકલાં વિહાર કરવાનું પણ જોખમકારક થશે તેવી પરિસ્થિતિની હાલના સમાચારો આગાહી કરે છે.
વાહનના ઉપયોગ વગર વિહાર કરવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવે તો નિર્દોષ પગરખાં અને રાહદારીની વ્યવસ્થાનો વિચાર કરવો જરૂરી છે.
હાલમાં ઍરપોર્ટમાં વૃદ્ધ યાત્રીઓને સહાય કરવા માટે જે વાહન વપરાય છે તે વીજળીના ઉપયોગથી ચાલે છે અને ટૂંકા વિહાર માટે વાપરી શકાય. અમુક જગ્યાઓમાં આવાં વાહન “સોલર પાવર”થી પણ ચાલતાં હોય છે. જો પ્રવચન માટે વીજઉપકરણોના ઉપયોગનો સ્વીકાર કરવામાં આવે તો વીજવાહનનો નિર્ણય સહેલો થઈ જાય છે.
૧૨. વીજ ઉપકરણો :
સાંપ્રતકાળમાં વીજઉપકરણોના ઉપયોગ બાબતે વિવિધ મતો જોવામાં આવે છે. એક તરફ કાંડાઘડિયાળમાં બૅટરી હોય તો તે પહેરીને સાધુ-ભગવંતોનાં દર્શન કરવાની મનાઈ છે, તો બીજી તરફ લાઈટ, પંખા, મોબાઈલ ફોન, માઈક-સ્પીકર સિસ્ટમ વગેરેનો ઉપયોગ પણ થાય છે.
અંગત ઉપયોગને બાજુ પર રાખી સાર્વજનિક વ્યવસ્થાનો વિચાર કરવો અગત્યનું છે. હૉલ મોટો હોય અને વસ્તી ઘણી હોય ત્યારે માઇક/સાઉન્ડ
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org