Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭૯ જ્ઞાનધારા 0િ00 સિસ્ટમનો ઉપયોગ જરૂરી જણાય છે. જો પ્રવચન સંભળાય નહીં તો હાજર રહેલી જનતા નિરાશ થઈ જાય અને હાજરી આપવાનું માંડી વાળે તેમ પણ બને.
અંગત ઉપયોગ માટે વીજઉપકરણોનો ઉપયોગ અયોગ્ય છે અને તે માટે સાધુસંઘે નિયમો કરવા જરૂરી છે. સ્વાથ્યને કારણે અગર અનિવાર્ય સંયોગોને કારણે શું કરવું તે નિર્ણય જરૂરી છે.
૧૩. સ્વાચ્ય અને વેયાવચ્ચ :
આ બાબત થોડી ચર્ચા મુદ્દા નંબર લ્માં કરેલ છે. વર્તમાનકાળમાં સ્વાસ્થ અને ભોજનનો વિશેષ સંબંધ છે. ગોચરીમાં ઘણી જ તકલીફ જોવામાં આવે છે. ખાસ કરીને શહેરોમાં જ્યાં ભોજન ઘણું જ મોડું બનાવવામાં આવે છે, કારણકે લોકો કામધંધેથી ઘરે અંધારામાં પહોંચે છે.
વળી, મકાનો ઊંચાં થતાં ગોચરી માટે ઘણાં પગથિયાં ચડ્યાં બાદ દરવાજા બંધ હોય તો પરિશ્રમ નિષ્ફળ થાય છે. અમુક સાધુસંઘોમાં બપોરની ગોચરીમાં વધુ ભોજન લઈ અને તે જ ભોજન સાંજ માટે રાખવાનું સ્વીકાર્ય છે એમ સાંભળેલું છે. આ બધાં કારણોથી સ્વાથ્ય સાચવવું કઠિન થાય છે. - વયોવૃદ્ધ અને જેઓનું સ્વાથ્ય કાયમી ખરાબ હોય તેમને માટે સંઘસંચાલિત આશ્રમો સ્થાપવાની જરૂરિયાત જણાય છે. અને શ્રી તેરાપંથ સંઘ કરેલ વ્યવસ્થા અનુમોદનીય છે.
ગોચરી માટે સંઘોનાં રસોડાં ચલાવવાની વ્યવસ્થાનો વિચાર કરી શકાય. મોટાં શહેરોમાં અમુક સાધારણ સ્થિતિનાં કુટુંબો હોય તેમને આર્થિક સહાય કરી સમયસર ગોચરી પ્રાપ્ત થાય તેવી યોજના કરી શકાય. ઉપરાંત જેઓને ગોચરી વહોરાવવાની ભાવના હોય, પરંતુ સંજોગોનુસાર કરી શકતા ન હોય તેઓ આર્થિક સહાય કરી સંતોષ પ્રાપ્ત કરી શકે.
આ જ પ્રમાણે ઔષધિની વ્યવસ્થા પણ કરી શકાય. ૧૪. પરઠવવાની પદ્ધતિ :
અન્ય ક્રિયાઓની માફક સાધુ ભગવંતોને પરઠવવાની પદ્ધતિ પણ સમયની ચુંગાલમાં ફસાયેલી છે. તે જમાનામાં ખુલ્લી જમીન ઘણી હતી; વનવિસ્તાર ગામથી નજીક હતો અને સ્થડીલભૂમિ ઉપલબ્ધ હતી.
• ૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org