Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭૯ જ્ઞાનધારા 0790 અન્ય ધર્મીઓને પણ લાભ મળે તેથી જૈન ધર્મનો પ્રભાવ સારો પડે.
સાંભળવા મુજબ સાધુ વર્ગમાં લૌકિક સેવા કરવાની પ્રથા વધતી જાય છે તે યોગ્ય છે કે નહીં તેની વિચારણા જરૂરી છે. પોતાના પ્રભાવથી વિશેષ દાનરાશિ ભેગી કરી શકે છે અને સમાજમાં તેમ જ અન્યમાં દોષિત ઠહેરાવાય છે.
ઈસ્લામ સમાજમાં કમાતા સભ્યોને અમુક ટકા દાન સમાજને કરવાની વ્યવસ્થા છે. આમ કરવાથી દરેક પરિવાર તરફથી એક નજીવી રકમ દર માસે જમા થાય છે. સમાજ વિસ્તૃત હોવાથી એનો ગુણાકાર કરવાથી ધરખમ રકમ સંસ્થામાં જમા થાય છે અને વારંવાર દાન માગવાની જરૂર રહેતી નથી. નામદાર આગાખાનની ઈસ્માઈલી કોમ આ પ્રથાનો ઉત્તમ દાખલો છે અને તેઓ પોતાની નિશાળો, દવાખાનાં, રહેણાક - કોલોની વગેરે લાભ સમાજને આપે છે.
૮. એકાંતિક ક્રિયાકાંડ વગેરે :
જૈન ધર્મમાં આ ક્રિયાકાંડને મિથ્યાત્વ ગણવામાં આવે છે. જે લોકો આવી ક્રિયાઓને પરિવર્તિત કરીને “જૈન” ક્રિયા કરે છે, તેઓનો બચાવ એવો છે કે અન્ય ધર્મમાં જૈન પરિવારો જાય અને ત્યાં આવી ક્રિયાઓ કરે એ કરતાં આપણે જ તેમને આ ક્રિયા કરવામાં સહાયભૂત થઈએ તો તેઓ “જૈન” રહે.
જૈન ધર્મમમાં ક્રિયા-અનુષ્ઠાન ફક્ત મનની એકાગ્રતા માટે થવાં જોઈએ. એમાં કોઈ પણ જાતની ભૌતિક ઇચ્છાઓ ન હોવી જોઈએ. મનની એકાગ્રતાથી કર્મબંધને રોકવાનો પ્રયાસ થાય અને નિર્જરા ચાલુ હોય એટલે “આત્મશુદ્ધિ"નું પ્રમાણ વધે તે જ ધારણા કરી ક્રિયા-અનુષ્ઠાન કરવાં જોઈએ.
જો જૈન ધર્મના કર્મસિદ્ધાંતને કાયમ રાખવો હોય તો તેમાં એકાંતિક ક્રિયાકાંડને કોઈ જ સ્થાન નથી, એ વાત સમજવી અને સમજાવવી અગત્યની છે. આ માટે જે સંસ્થાઓ/સમાજ વ્યક્તિઓ આ માર્ગે હોય તેમની એક મહાસભા બોલાવી, ચર્ચા-વિચારણા કરી અને તે જ ક્રિયાઓને પુનઃ પરિવર્તિત કરી જૈન સિદ્ધાંત અનુરૂપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યાર બાદ આવી યિાઓનો જૈન ધર્મમાં અસ્વીકાર થવો જોઈએ.
૯. દીક્ષાર્થી-શ્રમણ-શ્રમણી : આ વિષયમાં શ્રી તેરાપંથ સમાજની લાડનૂમાં જે વ્યવસ્થા છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org