Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
JOBC જ્ઞાનધાચ 0ઝ૭૦ શકે તેટલું જ્ઞાન કલાસ દ્વારા રૂબરૂમાં આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થાય તે જરૂરી છે.
૬. સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓ :
સાંપ્રતકાળમાં જે માન્યતાઓ છે તે દેશકાળ પ્રમાણે પરિવર્તિત થયેલ છે. મૂળ શાસ્ત્રાનુસારી માન્યતામાં તકલીફ પડવાથી તેમાં ફેરફાર, અંશેઅંશે થાય છે અને સમાજ તેનો સ્વીકાર પણ કરી લે છે. દા. ત. લંડન શહેરમાં શિયાળા દરમિયાન બપોરે ૩ વાગ્યે સૂર્યાસ્ત થઈ જાય છે. જે લોકો રાત્રિભોજન ત્યાગ કરવા ઇચ્છે છે તેઓને માટે કઠિનાઈ છે, કારણકે નોકરી અથવા ધંધામાં હોય તેઓ એ સમયે ભોજન ન કરી શકે એટલે ઘડિયાળના સમય પ્રમાણે ધારણા કરી લે છે. ઉનાળામાં પણ સૂર્યાસ્ત “રાત્રિના ૧૦ વાગ્યે થાય છે એ પણ સાંજના સમયે ચૌવિહાર ધારી લે છે. પર્યુષણ પર્વ દરમિયાન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા માટે સાંજનું ભોજન કરી સમયસર પહોંચવું શક્ય ન હોવાથી ઘણા લોકો કામ પરથી સીધા પ્રતિક્રમણ કરવા જાય છે અને પ્રત્યાખ્યાન આવશ્યક મર્યાદિત કરી પ્રતિક્રમણ બાદ ભોજન કરે છે. “પ્રતિક્રમણ જ ન કરે એ કરતાં આ પ્રમાણે તો કરે છે” એ દષ્ટિએ સમાજ એનો સ્વીકાર કરે છે. આમ, સાંપ્રતકાળના બદલાયેલા પ્રવાહમાં પરિવર્તન જરૂરી છે. આ માટે સ્વીકાર્ય “મધ્યમ માર્ગની વિચારણા જરૂરી છે. શાસ્ત્રનુસારી ક્રિયાઓ થઈ શકે તો તે મુજબ માર્ગદર્શન સમાજને આપવું જોઈએ અને ન થઈ કશે તો તેને માટે યોગ્ય, સરળ માર્ગની રચના કરવી જરૂરી છે.
૭. દાન-પ્રવાહ :
જૈસમાજ અન્ય સમાજોની સરખામણીમાં દાન દેવામાં ઘણો જ આગળ છે. માન્યતાનુસાર જિનાલયના નિર્માણમાં સહકાર આપનાર શ્રાવક મોક્ષગામી થાય છે અને તેથી જિનાલયોની સંખ્યા રોજબરોજ વધવામાં છે. જ્યાં જિનલાય ન હોય ત્યાં બનાવવું આવશ્યક છે, પરંતુ હાલ મુંબઈ જેવા શહેરમાં ખૂણેખૂણે જિનાલયોના નિર્માણ થાય છે તે વિચાર માગી લે છે.
નિશાળો, દવાખાનાં, હોસ્પિટલ વગેરે સમપયોગી સંસ્થાઓની ઘણી જ જરૂર છે, જેમાં મધ્યમ વર્ગના જૈન પરિવારો અલ્પ મૂલ્ય સેવાઓ પામી શકે અને
૪ ૧૩૨ "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org