Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
YOXYC ŞIILEIRI XOXOXO ત્યારે શાંતિ જાળવો. લજજાનો ગુણ મનને કેળવે છે.
૧૫. દયાનું ઝરણું - ધર્મી આત્માનું હૃદય દયાથી ભીનું હોવું જોઈએ. દુઃખ જોઈ દ્રવી જાય. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં અહિંસા હોવી જોઈએ. આ દયા સ્વ અને પર બંને પરત્વે રાખવાની છે. પોતે જ્યારે ક્રોધ, મન, માયા, લોભમાં સપડાઈને અવળે માર્ગે જતો હોય ત્યારે વિચારીને પોતાની ઉપર દયા લાવવી તે સ્વ-દયા. પહેલાં ક્રોધ કરો ત્યારે પોતાની દયા ખાઓ, મારા આત્માનું શું થશે ? પછી બીજાને માટેની સાચી દયા, પર-દયા જાગશે. બીજું છે ગરીબો પ્રત્યે દયા આણવી તે છે દ્રવ્ય-દયા. ધર્મ વગરના ધનિકો પ્રત્યે કરૂણા લાવવી તે છે ભાવદયા. આ ભાવના કેળવીએ. વિશ્વ માટે એકાત્મભાવ એ પણ ભાવ કેળવવાનો મારા જેવો જ આત્મા સર્વત્ર છે. સૌને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે.
૧૬. માધ્યસ્થભાવ :- જેનાં મનનાં દ્વાર સદાય ખુલ્લાં હોય, જેને કોઈ પણ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ ન હોય, જેને દુરાગ્રહ ન હોય, નવા સત્યનો સ્વીકાર કરવા જે તૈયાર હોય તે માધ્યસ્થ ભાવ સાથે સૌમ્યતા હોય. અતિરાગ પણ નહિ અને તિરસ્કાર પણ નહિ. વિકાસ માટે બુધ્ધિમાં માધ્યસ્થ ભાવ અને દષ્ટિમાં સૌમ્યતા હશે તો સત્યનું દર્શન કરી શકશે. •
૧૭, ગુણાનુરાગ :- મનને સુંદર, મુલાયમ રાખવા માટે બીજાનાં સારા ગુણો જુઓ. પોતાનાં કરતાં બીજામાં રહેલ વિશિષ્ટ તત્ત્વની પ્રશંસા કરવી. એના ગુણનાં રાગી બનવાનું છે. ગુણવંતોનું બહુમાન કરવું. ગુણના ઉપાસક બનવું. ગુણવાનનો સંસર્ગ રાખવો, એથી એવા ગુણો આપણામાં પણ જાગશે.
૧૮. સત્કથા:- તમે સારી જ વાત કરો. મોંમાંથી સ્ત્રીકથા, દશકથા, રાજકથા, ભોજનકથા ન આવે, પણ સારી કથા જ આવે, સારા વિચારો, સારા ભાવો ને સારા પ્રસંગો જ પોતાની વાણીમાંથી પ્રગટ કરવા જરૂરી છે. આવી વ્યક્તિ એકાંતમાં સારી વાતો જ કરે.
૧૯. દીર્ધદર્શિતા :- જે કંઈ કામ કરો તેનાં પરિણામનો ય વિચાર કરી લ્યો. પ્રવૃત્તિ એવી કરો કે “બહુ લાભમ, અલ્પ ફ્લેશમ”, કલેશમું, એટલે ઉદ્વેગ. પ્રવૃત્તિ માણસના મનને સ્વસ્થ કરવા માટે છે. જો મન તૂટી જતું હોય, આર્તધ્યાન થતું હોય તો શું કામનું? પ્રવૃત્તિ કરો એ કલેશહીન અને પરિણામે સુંદર હોય તેવી કરો. આપણા જીવનનું પ્રત્યેક કામ ચિંતન માંગે છે.
• ૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org