Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SSC C જ્ઞાનધારા O૭૦ કોઈનો ઉપકાર ન લેવો તે નકારાત્મક. પારકાનું લેતાં માણસને દુઃખ થવું જોઈએ. ઉપકાર કરો પણ તે લોકો માટે નહિ પણ તમારા આત્માનાં આનંદ ખાતર.
૨૫. લબ્ધલક્ષ:- અંતરનાં તિમિરના થર તોડવા માટે મહાતેજની જરૂર પડે છે. આ તેજની ઝાંખી કરવી એ જ માનવજીવનનો મુખ્ય હેતુ છે. આનું નામ લબ્ધલક્ષ. આજે માનવી સાધનોને જ સાધ્ય માની બેઠો છે, માણસ સવારથી સાંજ સુધી સંગ્રહની પાછળ પડ્યો છે. પણ એ ભૂલી જાય છે કે એ આપણું જીવનલક્ષ્ય નથી. લોકો બીજાના કામી વાતો સાંભળવા પાછળ જિંદગી વિતાવી નાખે છે. માટે ભગવાન મહાવીરે કહ્યું છે કે બીજાને જાણવા પહેલાં તું તારા આત્માને
ઓળખવા મથે, જો તું તને જાણીશ તો જ બીજાને જાણી શકીશ... જગતની સર્વ ચીજો પરિવર્તનશીલ છે. બહારનાં પડ જુદાં લાગે છે પણ એની અંદર રહેલો આત્મા એક જ છે. આપણે એનું દર્શન કરવું એ આપણું લક્ષ છે હેય, જોય, ઉપાદેય એટલે કે જીવનમાં શું છોડવા લાયક છે, શું વિચારવા કે જાણવા લાય છે અને શું આચરવાલાયક છે એનું ધ્યેય સ્પષ્ટ થઈ જવું જોઈએ. આપણે શા માટે જન્મ્યા છીએ, શા માટે જીવવું છે એનો વિચાર કરવો જોઈએ. હું ક્યાં થી આવ્યો છું? શું સાથે લાવ્યો છું ક્યાં જવાનો છુંઆ પ્રશ્નો તમારા આત્માને પૂછો - ધીરે ધીરે તમારું ધ્યેય સ્પષ્ટ થશે. મોક્ષ એ આપણું લક્ષ છે. દર્શન, જ્ઞાન, ચારથ્યિ એ આપણાં સાધન છે. આ સાધનો મેળવવા માટે આપણે લાયક બનવાનું છે. - આમ, ધર્મરત્ન દ્વારા એક પછી બીજો સદગુણ એનાં ક્રમ પ્રમાણે આવતો જાય છે. એક સદ્ગુણનું વાંચન, શ્રવણ, ને મનન બીજા સદગુણોને ખેંચી લાવે છે છે. આપણે દરેક આ રીતે ધર્મને જીવનમાં ઉતારવાનો છે. યુવાનો પણ આ દિશા તરફ જરૂર આવશે જે આપણે જ એનાં જીવંત દૃષ્ટાંત બની શકીએ તો આજનો યુવાન એ આવતી કાલની આશા છે. આજનું સર્જન છે, શક્તિઓનો સ્વામી છે. ઊર્જાનો ધારણહાર છે. એવો યુવાન જાગે, જાણે કે હું શું છું તો આ દુનિયા એક નંદનવન બની જાય, આ દુનિયા એક સ્વર્ગ બની જાય. પણ જો એ જાણે નહિ તો પછી એ કાં તો ધનમાં લપટાઈ જાય, કાં કીર્તિમાં , કાં ભોગમાં, કાં અંધ સાંપ્રદાયિકતામાં અટવાઈ જાય તે એની શક્તિ જે વિકાસ માર્ગે જવી જોઈએ એ વિનાશ માર્ગે જાય જે ઈચ્છવા યોગ્ય નથી જ. યુવાનનું બળ એવું છે કે જેનાં
* ૧૨૭ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org