Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધારા SC SCO ક્યારેય ઉદભટ- (ગમે તેવા વેષ ન પહેરવો તેમ જ કંજૂસ થઈ મલિન વસ્ત્રો પણ ન પહેરવાં. સાદા અને ચોખ્ખાં કપડાં પહેરવાં. દરેક માણસે પોતાનાં કુટુંબની સ્થિતિને અનૂકૂળ કંઈક દાન કરવું જોઈએ. છતી શક્તિએ દાન ન દેવું એ અપરાધ છે. શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તે શક્તિ ગોપવવાનું પાપ છે. દાન, જ્ઞાન, વકતૃત્વ ઈત્યાદિ શક્તિ જેની પાસે હોય તેનો તેણે ઉપયોગ કરવો જરૂરી છે. જે વસ્તુઓ નિર્માલ્ય થઈ ગઈ હોય તેને કાઢી નાખો. મફતનું મેવવાની ઇચ્છા નહિ, સ્પૃહા નહિ એ જ સાચો મંત્ર છે. આવા ગુણો કેળવવાથી લોકપ્રિય બનશે.
૯. વિચાર-ઔદાર્ય :- માણસનું ચિત્ત ઉદાર જોઈએ. મન-વચન-કાયા ત્રણેની ઉદારતા જોઈએ. વિચારની ઉદારતા એ જ સ્યાદવાદ. દાન-વિનય-શિયળનાં ગુણો કેળવવા. અરસપરસનાં વિચારોમાં સમાધાન લાવવું તે સ્યાદવાદ. દુષ્ટમાંય સારું જોતાં શીખવું, એનું જ નામ સમદષ્ટિ. બીજાને પ્રથમ સાંભળો, સમજો અને સૌ સાથે એકતા અને સમભાવ કેળવો. વિનય વગર બધા અધૂરા છે. કેળવણી એ વિનય છે. વિનયથી વાંકા વળીશું ત્યારે જ જ્ઞાન પ્રગટશે, આવશે અને ભરાશે. જીવનમાં નમ્રતા ખૂબ જરૂરી છે. અપરિગ્રહ અને શિયળ / સંયમથી વ્યક્તિ સમાજમાં, ધર્મમાં આગળ વધે છે.
૧૦. દૂરતાનો ત્યાગ :- જીવનમાં કોઈ જાતની ક્લિષ્ટતા, ક્રૂરતા ન જોઈએ. જેનું હૃદય કોમળ હોય, બીજાનું સુખ અને સફળતા જોઈ રાચે એ ધર્મી છે. જે કરેલ છે તે જ બીજાને ઠારી શકે છે. જે પોતે બોધ પામેલ છે તે જ બીજાને બોધ પમાડી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે જે આપીએ છીએ તે જ આપણને પાછું મળે છે. આ કુદરતનો સિધ્ધાંત છે. સારું આપશું તો સારું મળશે; ખરાબ આપશું તો ખરાબ મળશે. આપેલું કાંઈ નકામું નથી જતું. હા, કદાચ એ ફળતાં વિલંબ થઈ શકે, પણ ત્યાં અવ્યવસ્થા નથી એટલી શ્રધ્ધા રાખજો. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા રાખવી અને પોતાના જીવનનાં સંયમ, નિયમ, જીવનનાં અંતરાયો વેળા, સામનો કરતી વખતે વજતા રાખવી.
૧૧. પાપભીરતા :- નિર્ભય બનો પણ પાપનું કામ કરતાં જરૂર ડરવું. આપણે ખોટું કરવું નહિ અને સારું કર્યા વગર રહેવું નહિ-એ વૃત્તિ કેળવવાની છે. આપણે મૌનની શાંતિ શીખવાની છે, તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. આપણાથી પાપ થવું ન જોઈએ અને થયું હોય તો ખેંચવું જોઈએ.
જ ૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org