Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
0
C જ્ઞાનધારા
છે. આપણે આ સિધ્ધાંતો જીવનમાં ઉતારવા માટે અમુક સદ્ગુણો ખીલવીએ. જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની ઘણી આવશ્યક્તાછે. હવે આપણે વિજ્ઞાન એ ધર્મનો સેતુ જોઈએ. પ્રભુ મહાવીર જે ગુણોના ભંડાર છે, એમને આત્મિક ભાવથી નમન કરીએ. એમનાં ગુણરત્નો જાણવા અને પામવા જેવાં છે. ધર્મ એટલે સદ્ગુણોની મૂડી. જેમ દુનિયાની સામાન્ય વસ્તુની પ્રાપ્તિ માટે પણ ઈચ્છા અને સંકલ્પબળની જરૂર પડે છે, તેમ આ અમૂલ્ય ધર્મ-રત્ન પામવા માટે પણ ઈચ્છા અને સંકલ્પબળ વાપરવાની જરૂર પડે છે. આવો આ ધર્મ-રત્નનો, સદ્ગુણોને જાણીએ, જીવનમાં ઉતારીએ અને તે દ્વારા આત્માના ગુણોને ખીલવીએ. હવે શ્રેયનાં માર્ગે જવું કે પ્રેયનાં માર્ગે જવું એ વ્યક્તિની પોતાની વિવેકબુધ્ધિ પર નિર્ભર છે.
OC ex
૧. રાગ-દ્વેષથી પર રહેવું :- જીવનમાં સુખ અને દુઃખ બેઉ આવવાના, બેઉને સત્કારો, આવકારો જીવનમાં સંયોગ અને વિયોગ બેઉ રહેવાનાં છે, માટે મનને એ બેઉ સમયે યોગ્ય દશામાં રાખો. તમે તમારે સ્થાને ઊભા રહીને, તમારાથી નીચા છે તેમની તરફ કરુણા અને પ્રેમ વહાવો અને તમારાથી ઊંચે છે તેમને માટે સન્માન અને ભક્તિ દાખવો. માનવર્જીવનનો આ એક સુંદર અધિકાર છે.
૨. ગંભીરતા :- જીવનમાં ગંભીરતાનો ગુણ કેળવવો. કોઈ પણ શબ્દ વિચાર્યા વગર ન બોલવો. બુધ્ધિમાં ઉતાવળિયાપણું હોય તે ધર્મનો પાલક નથી બની શકતો. માટે વિચારીને બોલવું. સત્યને પણ વિચાર અને વિવેકનાં ગળણાથી ગાળીને પછી જ બીજાંને જણાવવું. આમ વાણી અને દૃષ્ટિની ગંભીરતા કેળવવી સાથે હૃદય સાગર જેવું વિશાળ રાખવું.
–
૩. તુચ્છતાનો ત્યાગ :- ક્ષુદ્રતાનો ત્યાગ કરવો. આજે માનવી ક્ષુદ્ર અને નાની વાતમાં હેરાન થઈ રહ્યો છે. નકામી વાતો મનમાં ભરી દુ:ખી થઈ રહ્યો છે. માટે વિસરી જાઓ અને ક્ષમા આપો એ મંત્ર ખૂબ સહાયક બને છે.
૪. સંપૂર્ણ અંગોપાંગ / તંદુરસ્ત જીવન :- જેની પાંચેપાંચ ઈન્દ્રિયો સંપૂર્ણ હોય તેને ધર્મનું પાલન કરવું સરળ બને છે. પંચેન્દ્રિય સુંદર અને સ્વસ્થ રાખો. જીવનમાં સંયમ રાખો. શરીર સુંદર અને સારા બાંધાનું જોઈએ નહિ તો આરાધના બરાબર નહિ કરી શકે, તપ અને સેવા નહિ કરી શકે. એ જો તીર્થયાત્રા કરવા નીકળશે તોય એણે ડોલીવાળાને તકલીફ આપવી પડશે. શરીર અને મનનું
૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org