Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
. OCC જ્ઞાનધારા 3000
ત્યારે સ્થાન મળ્યું જ્યારે આ વાત જગદીશચંદ્ર બોઝે સાબિત કરી. આઈનસ્ટાઈન જેવા પ્રખર વિજ્ઞાનશાસ્ત્રીએ પણ આધ્યાત્મિક અનુભવ અને ઊર્મિને સમર્થન આપ્યું છે. આપણા પ્રાચીન જૈન આગમો, મહાભારત, રામાયણ, વેદ-ઉપનિષદોમાં એવાં વિપુલ જ્ઞાનભંડારનો સંચય જોવા મળે છે કે જે જ્ઞાન આટઆટલી સાધનસામગ્રીની સહાય છતાં વિજ્ઞાનને આજેય અપ્રાપ્ય રહ્યું છે.
કર્મનો સિદ્ધાંત :- આપણો આજનો મોટો પ્રશ્ન છે કે આપણા અનંત પ્રવાસમાં આપણું વર્તમાન જીવન કઈ રીતે વિતાવવું જોઈએ જે આપણાં માટે શ્રેયસ હોય અને વિવેકપૂર્વક આપણે પ્રેયસમાંથી પાછા હઠીએ. આ માટે જૈનધર્મનાં કર્મનો સિદ્ધાંત અદભૂત છે. પ્રકૃતિને કોઈ છેતરી શકતું નથી. અંધારે-અજવાળે, સારું-નરસું કરેલું કર્મ માનવીને જે તે બદલો આપે જ છે. કર્મનો આ નિયમ દીવા જેવો સ્પષ્ટ છે. માનવી પોતાના જીવનનો ઘડવૈયો છે.
આજનો યુવાન તો અજ્ઞાન દશામાં રહેલ બાળક જેવો છે. એ આત્માને સમજતો નથી એટલે પોતે શું ગુમાવી રહ્યો છે એનું એને ભાન નથી અને ભૌતિકક્ષણિક સુખોની પાછળ ઉતાવળી દોટ મૂકી રહ્યો છે. એને પોતે કોણ છે તેની જ
ઓળખાણ રહી નથી. જગતનાં સંસારી સુખો પાછળ એ આત્મિકસંપત્તિ લૂંટાવી રહ્યો છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે હે માનવી, તું તારી જાતને ઓળખ, તારી સંપત્તિને ઓળખ. જતાં અને શોધતાં આવડે તો આત્માનો આ ખજાનો અઢળક છે, અમૂલ છે. રાગ-દ્વેષ અને જગતની જંજાળમાંથી જે મુક્ત હોય છે તેને જ આવું આત્મિક, સાચું સુખ મળે છે.
ભગવાન મહાવીરે કહ્યું છે કે, “તું માત્ર તારા આત્માને સમજ, એટલે તું જગત અને પરમાત્માને સમજી શકીશ.” જગતમાં વખોડવા કે વખાણવા લાયક કાંઈ જ નથી, વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે. પ્રાજ્ઞ માણસનું કામ એ છે કે માત્ર જેવું અને જાણવું. એટલે કે આત્મા વસ્તુનો કર્તા નહિ પણ દષ્ટા, સાક્ષીરૂપ છે. જો આ વાત સમજાય તો જ ધર્મના પથ પર સમજણપૂર્વક આગળ વધી શકાય. આ જ છે સમ્યફ દિશા.
જૈન ધર્મમાં જીવન જીવવાની અદભૂત કળા સમાયેલ છે. આ જૈન ધર્મ વર્તમાનમાં કેમ જીવવું એની ચાવી આપે છે. એમાં અનેકાંતદષ્ટિ, અહિંસા, કર્મનો સિદ્ધાંત, અપરિગ્રહ, સમભાવ, બિનસાંપ્રદાયિકતા જેવા મૂળભૂત સિદ્ધાંતો રહેલા
૧૨૦ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org