Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાનોને ધર્માભમુખ કરવાની સમ્યક્ દિશા
♦ બીના ગાંધી
Jain Education International
આજનો યુવાન શું કરી રહ્યો છે ? ક્યાં જઈ રહ્યો છે ? આ ઈન્ફોર્મેશન અને ટેકનૉલૉજીનાં સમયમાં આધુનિક ઉપકરણો જેમ કે ટી.વી., મોબાઈલ, કમ્પ્યુટર, ટેબલેટ, આઈપેડ વગેરેમાં ખોવાઈ ગયો છે. આ બધાં સાધનો દ્વારા સુખ-સગવડો વધતી ગઈ, એશ-આરામ વધતાં ગયાં પણ એમ છતાં સુખ-શાંતિ નથી; ઊલટું ટેન્શન, સ્ટ્રેસ વધી ગયાં છે. જીવન બોજારૂપ જણાય છે. આજકાલ ઘણા યુવાનો ધાર્મિક ક્રિયાકાંડો તરફ વળ્યા છે પણ એમાં ક્યાંય ધર્મ દેખાતો નથી. એમ છતાં પોતાનાં ધર્મ, જ્ઞાતિ, કોમ, સંપ્રદાયની આગવી ઓળખ જાળવી રાખવા, કુટુંબની પરંપરાને માન આપવા, પોતે પણ ધાર્મિક છે એવું બતાવવા કે પછી અભ્યાસ, કારકિર્દી, પ્રેમ કે લગ્નમાં ઈચ્છિત ફળ મેળવવા વધુ ને વધુ યુવાનો ક્રિયાકાંડો તરફ વળ્યા છે. બીજી સ્થિતિ એવી છે કે એને શાળા, કૉલેજ, ટડ્યુશન કે કૉન્ચિંગ ક્લાસેસમાંથી સમય જ નથી મળતો. જેમને સમય મળે છે એમને ધર્મમાં રસ કે રુચિ જ નથી.
આજની પેઢીમાં, આજના યુવાનમાં આ રસ કઈ રીતે જગાડી શકાય ? બે રીતે.
૧) આપણે પોતે જ એનાં જીવંત દષ્ટાંત બની શકીએ. આજનો યુવાન સારાનું અનુકરણ કરી શકે છે. એને ખાતરી થવી જોઈએ કે આ કરવા જેવું છે, તો એ આ રસ્તે વળશે. માટે શરૂઆત તો આપણે પોતાનાથી જ કરવી પડશે.
૨) આજનો યુવાન માત્ર જે નરી આંખે દેખાય, પ્રત્યક્ષ અનુભવાય અને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુરવાર થાય એને જ વાસ્તવિક્તા માને છે. એને નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોમાં વિશ્વાસ રહ્યો નથી. એવા યુવાનને, આ પેઢીને directly ધર્મનાં સધ્ધાંતોને ઉપદેશ આપવો નિરર્થક છે, શક્તિનો વ્યય છે, સમયનો વ્યય છે. તો શું કરવું ?
આવા વખતે જૈન ધર્મનું શિક્ષણ ક્યાંક એવી રીતે આપવામાં આવે જ્યાં
૧૧૮ ૧૦
બીનાબહેને બી.કૉમ. વીથ કૉમ્પ્યુટર, યોગ અને નેચરોપથીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. નિર્મલા કૉલેજ અને ક્વોડલ
શાળામાં યોગ શિક્ષક છે. તેમના વર્તમાનપત્રોઅને સામયિકોમાં મનનીય લેખો પ્રગટ થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org