Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SSC C જ્ઞાનધા શ SOOGO જેમ કે ૨૨૦૦ વર્ષ પહેલાં પૂરા વિશ્વમાં જૈન વસ્તી ૪૦ કરોડ હતી, જે આજે ઘટીને ૭૦ લાખ રહી ગઈ છે. સોળમી સદીનું જૈન રાજ્ય ગોવા આજે ફિરંગી બની ગયું છે. આ બધા જ કારણોને લીધે સાંપ્રત પરિસ્થિતિમાં જૈન ધર્મ ટકાવી રાખવા માટે જૈન ધર્મ પ્રચારક કે જૈન ધર્મ પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. જૈન ધર્મ પ્રચારક એટલે એવાં શ્રાવક-શ્રાવિકાઓ જે કે મહદંશે સાધુ-જીવન પાળતાં હોય.
સમગ્ર વિશ્વમાં આજે અશાંતિનું સામ્રાજ્ય ફેલાયેલું છે. એક બાજુ પર્યાવરણનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. તો બીજી બાજુ ઉપભોગતાવાદ કૂદકે ને ભૂસકે આગળ વધતો જાય છે, ત્યારે જૈન દર્શનનું સંયમી જીવન પર્યાવરણના રક્ષક તરીકે ઢાલરૂપ છે, તો સામે પક્ષે ભૌતિકવાદી અસંયમી જીવન પર્યાવરણના ભક્ષક તરક કુદરતી નિસર્ગોનું નિકંદન કાઢી રહ્યું છે. ત્યારે બંનેનું સંતુલન કરવા માટે પણ જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરી શકે તેવા જૈન ધર્મ પ્રચારકોની એક શ્રેણીની આજે
જરૂર છે.
દિગંબર સંપ્રદાયમાં પણ આ જ કારણે ઘણાં વર્ષો પહેલાં એક ભારક પરંપરા શરૂ થઈ. આ સંપ્રદાયમાં સાધુ-સાધ્વીજીની સંખ્યા બહુ મર્યાદિત છે. વળી ચારિત્રપાલનના કઠોર નિયમો તથા નગ્ન દિગંબર અવસ્થાના કારણે અમુક ક્ષેત્રથી બહાર જવું તેમને માટે અશક્ય છે. આ પરંપરાને માન્ય અત્યંત પ્રાચીન તીર્થ ક્ષેત્ર ભારતભરમાં છે. તેની જાળવણી કરવી તથા તીર્થયાત્રા માટે આવતા શ્રાવકોને યથાર્થ માર્ગદર્શન મળી રહે તથા ધાર્મિક મહોત્સવોનું નેતૃત્વ લઈ શાસન પ્રભાવના કરવી વગેરે કારણોસર દરેક તીર્થ ક્ષેત્રમાં બ્રહ્મચારી ભટ્ટારકની ગાદીની સ્થાપના કરવામાં આવી છે. તેઓ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી અણુવ્રતોને ધારણ કરી, પૂર્ણ બ્રહ્મચારી જીવન અપનાવી સુંદર રીતે તીર્થોનો વિકાસ તથા ધર્મનો પ્રચાર-પ્રસાર આજે પણ કરી રહ્યાં છે. તેમ જ જૈન શાસનની રક્ષા કરી રહ્યાં છે.
નવા દિગંબર સમાજે તથા શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં અનેક પંડિતો તૈયાર કરવામાં આવ્યા છે, જેઓનું એકમાત્ર કાર્ય ધર્મપ્રચાર-પ્રસારનું રહ્યું છે.
ઉપરોક્ત કારણોને લક્ષમાં રાખી આવું જ સ્તુત્ય પગલું ભર્યું છે તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય વિદ્વતવર્ય શ્રી તુલસીગણિએ. ભગવાન મહાવીરે પ્રરૂપેલ ધર્મના પ્રચાર માટે દેશ-વિદેશમાં ધર્મપ્રર્વતક તરીકે કાર્ય કરી શકે તે માટે સાધુ અને શ્રાવક
જ ૧૧૩ ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org