Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
વચ્ચે જોડતી કડીરૂપે સમણશ્રેણીની કલ્પના કરી. વિ. સં. ૨૦૩૭ના કારતક સુદ બીજ, ૯-૧૧-૧૯૮૦ના આચાર્ય તુલસીના જન્મદિને છ મુમુક્ષુ બહેનોએ દીક્ષા લઈ પ્રથમ સમણશ્રેણીની વિધિવત્ શરૂઆત કરી. આ સમણશ્રેણી કે જેઓ ભારતનાં નાનાં નાનાં ગામડામાં અવારનવાર જઈ ધર્મપ્રચાર કરે છે તથા ભાવિકોને દઢ શ્રદ્ધાવાન બનાવે છે, એટલું જ નહિ, દૂર વિદેશમાં વસતા સમસ્ત જૈનો સુધી પહોંચી ધર્મઆરાધના કરાવે છે.
તાજેતરમાં સ્થાનકવાસી શ્રી જયમલજી સંપ્રદાયમાં પણ આ પ્રથા શરૂ થઈ છે. જેઓ ધર્મપ્રચારનું કાર્ય કરી રહ્યા છે. જો કે, ધર્મના દરેકેદરેક સંપ્રદાયમાં પોતાની રીતે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા વચ્ચે જોડતી કડીરૂપ એક શ્રેણીની પ્રથા દાખલ કરવા અંગે બુદ્ધિજીવીઓ માટે ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. આજે જૈન સમાજનાં અનેક ભાઈ-બહેનો આખા વિશ્વમાં ફેલાઈ ગયાં છે. રોજરોજ આ સંખ્યામાં વધારો થતો જાય છે. આ ઉપરાંત ભારતમાં પણ કેટલાંક ગામો અંતરિયાળ પ્રદેશમાં છે કે જ્યાં સાધુ-સાધ્વી વિહારની કઠિનાઈના કારણે જઈ શકતાં નથી. આવા ક્ષેત્ર કે જ્યાં સાધુ-સાધ્વીજીએ એ ક્ષેત્રની સ્પર્શના કરી ન હોય ત્યારે ત્યાં જ જન્મેલાં અને મોટાં થયેલાં ૧૮-૨૦ વર્ષનાં દીકરાદીકરીઓ જૈન ધર્મ શું છે ? કે વંદનવિધિ કોને કહેવાય એ પણ જાણતાં નથી હોતાં, કારણકે તેમને જૈન ધર્મનું માર્ગદર્શન જ નથી મળતું. આવાં આવાં કારણોસર હવે સમય પાકી ગયો છે કે આપણે એક એવો પ્રબુદ્ધ અને વૈરાગ્યસભર સમુદાય ઊભો કરીએ કે જે આ ક્ષતિને પૂર્ણ કરવા પોતાનું યોગદાન આપી જૈન શાસનની સેવા સાથે ગૌરવ વધારે. આજનો યુગ એટલે જેટયુગ. જેટયુગ એટલે તેનો નિર્ણય પણ જેટની ઝડપે લેવો ઘટે...
જ
જૈન ધર્મપ્રચારકની શ્રેણી માટે નીચે મુજબની માર્ગદર્શિકા બનાવી શકાય : ૧. નામકરણ : નામકરણ કોઈ પણ કાર્યની પ્રાથમિક જરૂરિયાત છે. એ અનુસાર વર્તમાનમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા વચ્ચે જોડતી સાંકળરૂપે જે શ્રેણીની જરૂર છે તેનું નામ જૈન ધર્મ પ્રચારક-પ્રચારિકા, જૈન ધર્મઉપાશક - ઉપાશિકા અથવા તો જૈન ધર્મપ્રભાવક - પ્રભાવિકા વગેરે હોવું જોઈએ. તેમાં ‘સમણ’ શબ્દનો પ્રયોગ થવો જોઈએ નહિ, કારણકે ‘સમણ’ શબ્દ આવવાથી
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org