Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધાર OિTO 6 ગેરસમજણ ઊભી થાય છે. સમણ” એટલે પંચમહાવ્રતનું સંપૂર્ણપણે પાલન કરનાર, જ્યારે અહીં પંચમહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે થતું નથી, કારણકે જૈન ધર્મનો પ્રચાર કરવા હેતુ વાહનવ્યવહાર આદિનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો પડે તેમ જ મોબાઈલ-કોમ્યુટર આદિ વૈજ્ઞાનિક સાધનોનો પણ જરૂરિયાત પ્રમાણે મર્યાદાસહ ઉપયોગ કરવો જરૂરી હોય છે. માટે “સમણ’ શબ્દનું યોગ્ય અર્થઘટન થતું નથી.
(૨) વેશ: વેશ પણ એક મહત્ત્વનું ઓળખચિહ્ન છે. વેશનો એક પ્રભાવ હોય છે એ સુવિદિત જ છે. માટે વેશ પણ સાધુ-સાધ્વીનો ભ્રમ ઊભો ન કરે એવો હોવો જોઈએ. મર્યાદાપૂર્ણ ડ્રેસ અથવા સાડી, આછા ભૂરા, ગુલાબી કે પીળા રંગના જેમાં બીજો કોઈ રંગ કે ચિત્રામણ (ડિઝાઈન) ન હોવાં જોઈએ. ડ્રેસ અથવા સાડી જે નક્કી થાય તે બધાં માટે એકસરખાં જ હોવાં જોઈએ. આભૂષણ એક પણ પહેરવા નહીં.
(૩) વ્રતધારણ: બાર વ્રતનું યથાશક્તિ જરૂરિયાત પ્રમાણે એક કોટિથી આઠ કોટિ સુધીનું પાલન કરે. કયું વ્રત કેટલી કોટિએ પાલન કરવું એનું વિશ્લેષણ કરવું, જેના માટે એક સમિતિ બનાવી ફોર્મેટ બનાવવું, બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન, રાત્રિભોજનનો ત્યાગ, સ્ત્રીવર્ગ બેથી વધુની સંખ્યામાં સાથે રહે, એકલા ન રહે, મુંડન અથવા લોચ કરે, આહાર માટે ગોચરી કરે અથવા ક્ષેત્ર સમયાસાર. ખૂબ જ સંયમિત જીવન, ત્યાગ, સમર્પણ, સદાચાર, શીલ આદિ ગુણો પણ હોવા જોઈએ.
૩) અભ્યાસ: ઓછામાં ઓછો સામાયિક, પ્રતિક્રમણ - ૧૬ શ્રેણીનો અભ્યાસ. જૈન દર્શનનું સામાન્ય જ્ઞાન વગેરે હોવા જોઈએ. વિશેષમાં અમુક સૂત્રોનો (આગમોનો) અભ્યાસ. ન્યાયના વિષયોનો અભ્યાસ જેથી આજની પેઢીને તર્કહેતુ-ન્યાય વગેરેથી ધર્મ સમજાવી શકે. અજૈન ગ્રંથોનો અભ્યાસ, વ્યાવહારિક શિક્ષણ ઓછામાં ઓછું સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું જરૂરી. વર્તમાને વિદ્યાર્થી જે રીતે વ્યાવહારિક શિક્ષણ લેતો હોય એ રીતે ધાર્મિક જ્ઞાન પીરસાય એ અત્યંત જરૂરી છે. માટે આધુનિક દરેક ટેક્નોલોજીથી પરિચિત હોવું જરૂરી છે.
વિશેષ: ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધીનો ટ્રેનિગ કોર્સ તૈયાર કરવો અને એમાંથી સાંગોપાંગ પાર ઊતરે એમનો સમાવેશ આ વર્ગમાં કરવો.
- ૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org