Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધાસ
અને સર્વજ્ઞતા જ છે.
સંઘવ્યવસ્થા : જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. માટે જ સંઘવ્યવસ્થામાં સૌથી પહેલા આચારની વ્યવસ્થા આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય છે. શ્રમણજીવનની સાધનાનું જે સ્પષ્ટ વિવેચન ‘આચારાંગ’માં મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી, કે જ્યાં સાધુની સમાચારીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આચારાંગ નિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ બતાવ્યું છે કે, મુક્તિના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું મૂળ સાધન આચાર જ છે. મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી આચાર સંપૂર્ણ આગમોની આધારશિલા છે. ‘આચારાંગ’માં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના આચારનું ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના પ્રત્યેક સૂત્ર સાધુજીવનના વ્યવહારને સ્પર્શે છે. સાધકોને પંચાચારની શુદ્ધિનો બોધ કરાવતું, સાધુજીવનના પ્રત્યેક નિયમો અને ઉપનિયમોમાં સૂક્ષ્મતાથી ધ્યાન દોરે છે. તેવી જ રીતે ઔપપાતિક સૂત્ર ‘ઉપાશક દશાંગ’ આદિ સૂત્ર દેશવિરતિ ધર્મરૂપે શ્રાવકોના આચારને પ્રતિપાદિત કરે છે.
જૈન દર્શનમાં આચારનું સ્વરૂપ: ‘આચારે અહિંસા અને વિચારે અનેકાંત’ આ જૈન દર્શનનું પ્રસિદ્ધ સૂત્ર છે. સમગ્ર આચારનો આધાર અહિંસા છે. સૂક્ષ્મ જીવોથી લઈને સમગ્ર જીવરાશિ સાથે ભદ્રતાનો વ્યવહાર સ્થાપિત કરવો, કોઈ જીવને ઉપદ્રવ ન થાય તેવો વિવેક રાખવો એ અહિંસાનું પ્રધાન લક્ષ્ય છે અને જીવનમાં અહિંસા આવવાથી સ્વયં શુદ્ધ આચાર સ્ફુટિત થાય છે એટલે કે અહિંસા અને આચાર કાર્યકારણની જોડીનું મૂર્તિમંત દર્પણ છે.
જૈન દર્શન કે નિગ્રંથ પ્રવચન બે ધારામાં પ્રવાહિત થયેલું છે. પ્રથમ આત્યંતર સાધના એટલે કષાયાદિક વિભાવોની મુક્તિ અને બીજી બાહ્ય સાધના એટલે સંપૂર્ણ રહન-સહન, હલન-ચલન, બોલ-ચાલ, આહાર-પાણી, ભોજન આદિની વ્યવસ્થા, નિહાર અને વિહાર બંનેના નિયમો અને ઉપનિયમો વગેરે. આગમ ગ્રંથોમાં તેના પર સૂક્ષ્મ દષ્ટિપાત કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાઓ માટે વ્યવસ્થિત આદેશ-પ્રત્યાદેશનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ખરું પૂછો તો બાહ્મ ક્રિયાઓ એ દેહાધિક યોગસંબંધી ક્રિયાઓ છે, જ્યારે આત્યંતર પરિણીત શુદ્ધ કે અશુદ્ધ આત્મદ્રવ્ય સાથે જોડાયેલી સ્વાભાવિક કે વૈભાવિક પર્યાયો છે, પરંતુ બન્ને
૧૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org